મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ
SHARE
મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ
મોરબીમાં પર્યુષણ પર્વને ધ્યાને રાખીને તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, માછલી અને ચીકનનું વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે
આજથી પર્યુષણ પર્વ થયેલ છે જેથી મહાપાલિકા દ્વારા તા 8 થી લઈને 16 સુધી પર્યુષણ પર્વને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, માછલી અને ચીકનનું વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું મોરબી મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. અને આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવા માટે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી બી.પી.એમ.સી. એક્ટ-1949 ની કલમ 329 અને 336 હેઠળ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.