મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન


SHARE





હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન

હળવદના જુના ઇસનપુર ગામે રહેતા યુવાનના ઘર પાસે મહિલાઓ સહિત કુલ મળીને 10 જેટલા વ્યક્તિઓ આવ્યા હતા અને “તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે” તેવું કહીને યુવાને ગાળો આપવામાં આવી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે અને યુવાનના ઘર પાસે પડેલા તેના ટ્રેક્ટરમાં ધોકા મારીને હેડલાઈટ તથા બોનેટમાં નુકસાન કરવામાં આવ્યું છે જેથી યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે રહેતા ભરતભાઈ બાલાભાઈ મકવાણા (36)એ હાલમાં છન્નાભાઈ કાનાભાઈ મકવાણા, પ્રકાશભાઈ છન્નાભાઈ મકવાણા, સુજલભાઈ જગદીશભાઈ મકવાણા, હેમંતભાઈ બાલાભાઈ મકવાણા, નિલેશભાઈ જગદીશભાઈ મકવાણા, ભદ્રેશભાઈ ગોરાભાઈ મકવાણા, વાલીબેન બાલાભાઈ મકવાણા, બાલાભાઈ કાનાભાઈ મકવાણા, જગદીશભાઈ બાલાભાઈ મકવાણા અને કોકીલાબેન જગદીશભાઈ મકવાણા રહે. બધા જુના ઇસનપુર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓ ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને “તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે” તેવું કહીને તેને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ પ્રકાશ મકવાણાએ તેના હાથમાં રહેલા લાકડાના ધોકા વડે ફરીયાદીના ટ્રેક્ટરના બોનેટ અને હેડલાઈટમાં ઘા મારીને વાહનમાં નુકસાન કર્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મારામારીમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામ પાસે આવેલા સીરામીક યુનિટના લેબર કવાટર ખાતે રહી મજૂરી કામ કરતા રોહિત જેરામભાઈ આહિરવાલ (૨૫) તથા વિજય ભગીરથભાઈ રાવત (૩૫) ને મારામારીમાં ઈજા થયેલ હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હત.તેમજ મોરબીના રફાળેશ્વર ગામે હસુભાઈ વાઘજીભાઈ રૂદાતલા નામના ૩૫ વર્ષના યુવાનને તેના ઘરે પુત્ર દ્વારા માર મારવામાં આવતા સિવિલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે વિશાલ ફર્નિચર પાસે રહેતા મૂળ રાજસ્થાનના સુનીતાબેન ગંગારામભાઈ ખરાડી નામની ૧૮ વર્ષીય મહિલાને ઘર નજીક કોઈ જનાવર કરડી જતા તેમને સારવાર માટે દવાખાને લવાયા હતા.

વાહન અકસ્માત

મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ નામનો ૨૫ વર્ષનો યુવાન માળિયા મીંયાણા ગામે આવેલી એચપીના પેટ્રોલ પંપ પાસેથી પસાર થતો હતો ત્યાં તેને વાહન અકસ્માત બનાવમાં ઈજા થતાં પ્રથમ જેતપર પીએચસી ખાતે અને બાદમાં વધુ સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર ભરોડિયા ચોકડી ગાયત્રી સ્ટોન નજીક વાહન અકસ્માતમાં ઇજા થતાં ગુણવંત દેવશીભાઈ ચાવડા (૩૫) રહે.અવની પાર્ક વાડી વિસ્તાર અને નીતિન બચુભાઈ લીખીયા (૪૫) નામના બે યુવાનોને ઇજા થયેલી હોય સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર બાદ ગુણવંતભાઈ ચાવડાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસસૂત્રોમાંથી જાણવા મળેલ છે.




Latest News