મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત
SHARE
મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ મિલીનિયમ કારખાના સામે રસ્તા ઉપરથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા યુવાનને માથામાં તથા બંને હાથમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયુ હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ જામનગર જિલ્લાના ચંદ્રાગા ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ કુબેરનગર ગાયત્રીનગર શેરી નંબર 4 ખાતે રહેતા મયુરસિંહ લાલુભા જાડેજા (36)એ ટ્રક નંબર જીજે 10 એક્સ 7527 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ મિલેનિયમ સીરામીક કારખાના પાસેથી બાઈક નંબર જીજે 36 એસ 3728 લઈને તેઓના ભાઈ કુલદીપસિંહ જાડેજા પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવ્યું હતું અને ફરિયાદીના ભાઈના બાઈક સાથે અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી તથા બંને હાથમાં ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેનું મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે