મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા


SHARE





હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા

હળવદના ટીકર ગામે રહેણાંક મકાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી સહી કુલ ચાર વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જ્યારે મોરબીના યોગીનગર પાછળના ભાગમાં આવેલ મફતિયાપરા વિસ્તારમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી બે શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ સાથે આરોપીઓની ધરપકડ કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદના ટીકર ગામે નવાપરા વિસ્તારમાં મૂળજીભાઈ ઝીંઝવાડીયાના મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મૂળજીભાઈ ગુગાભાઈ ઝીંઝવાડિયા (21) રહે. ટીકર, મુન્નાભાઈ છેલાભાઈ ખોડા (32) રહે. મિયાણી, વિષ્ણુભાઈ રઘુભાઈ કુડેચા (28) રહે. રામદેવપુર તાલુકો ધાંગધ્રા તથા મનસુખભાઈ માનસિંગભાઈ ખાંભડીયા (55) રહે. ટીકર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 31,600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. મોરબી શહેરમાં આવેલ યોગીનગર પાછળ મફતીયાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી રવિભાઈ રમેશભાઈ દાદુકીયા (21) રહે. આઠ ઓરડી ત ત્રાજપર મોરબી તથા સાગરભાઇ દિલીપભાઈ મગવાણીયા (19) રહે. ઘૂટું ગામ પાસે આંચલ સિરામિક કારખાનામાં મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1960 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News