ટંકારાના લજાઈ ગામે રાઘવ પોલીમર્સ કારખાનામાં ઓરડીમાં જુગાર રમતા 7 શખ્સ 2.93 લાખના મુદામાલ સાથે ઝડપાયા
SHARE
ટંકારાના લજાઈ ગામે રાઘવ પોલીમર્સ કારખાનામાં ઓરડીમાં જુગાર રમતા 7 શખ્સ 2.93 લાખના મુદામાલ સાથે ઝડપાયા
ટંકારાના લજાઈ ગામની સીમમાં આવેલ રાઘવ પોલીમર્સ કારખાનામાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 7 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય 2,23,200 રૂપિયાની રોકડ તથા 7 મોબાઈલ ફોન મળીને 2,93,200 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે મોરબીના રવાપર ગામે રહેતા અને ટંકારાના લજાઈ ગામે સબ સ્ટેશન વાળા રસ્તે પવનસુત ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલ લાઘવ પોલીમર્સ નામના કારખાનાની ઓફિસની ઉપર આવેલ ઓરડીમાં બહારથી માણસોને બોલાવીને ત્યાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મિતેશભાઇ દિનેશભાઈ અઘારા (27) રહે. શિવાલય હાઈટ્સ રવાપર, દિવ્યેશભાઈ ઈશ્વરભાઈ પાડલીયા (32) રહે. સનાળા, રવિભાઈ અમૃતલાલ વાઘડિયા (30) રહે. રાજપર, ભાવેશભાઈ મનજીભાઈ જગોદરા (36) રહે. ગોલ્ડન માર્કેટ પાછળ યોગેશ્વર એપાર્ટમેન્ટ રવાપર, ગૌરવભાઈ નથુભાઈ વરમોરા (31) રહે. સનાળા, વિકાસભાઈ હેમરાજભાઈ રાણીપા (30) રહે. શક્તિ ટાઉનશીપ લોટસ એપાર્ટમેન્ટ રવાપર અને વિપુલભાઈ ખીમજીભાઇ અમૃતિયા (40) રહે જેતપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2,23,200 ની રોકડ તથા 70 હજાર રૂપિયાની કિંમતના 7 મોબાઈલ ફોન આમ કુલ મળીને 2,93,200 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે