મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત
SHARE
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત
મોરબી મહાપાલિકાની ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારીયા તેમજ મોરબી જિલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ પંચાસર રોડ પર આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને અને પમ્પિંગ સ્ટેશનની વર્તમાન ક્ષમતા, પમ્પિંગ સાધનોની સ્થિતિ તેમજ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. અને સ્ટાફને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું તેમજ પંચાસર રોડ પર આવેલ નંદીધરની પણ મુલાકાત લઈને નંદીઓની સાર-સંભાળ અંગેની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.