મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ


SHARE





શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ

શેર બજારમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી કરવામાં આવતી હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે તેવામાં વધુ એક વખત મોરબીમાં આવેલ ઉમાટાઉનશીપ ખાતે રહેતા યુવાને ચાર શખ્સો દ્વારા શેર બજારમાં રોકાણ કરવા માટેની સ્કીમો આપવામાં આવી હતી અને ત્યારબાદ નાની રકમનું રોકાણ કરાવીને તેને 9,400 નું વળતર પણ આપવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરાવવા માટે આંગડિયા પેઢી મારફતે તથા યુપીઆઈ અને બેંક ટ્રાન્જેક્શન મારફતે કુલ મળીને 86,25,950 રૂપિયા 4 શખ્સો દ્વારા મેળવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાનની સાથે ઠગાઈ કરવામાં આવી છે જેથી હાલમાં ભોગ બનેલા યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં આવેલ ઉમા ટાઉનશિપ ખાતે ગુંજન હોમ્સમાં રહેતા ભરતભાઈ ખીમજીભાઇ વરમોરા (45) એ હાલમાં રોહિતકુમાર, લલિતભાઈ, સાગર પટેલ અને નચિકેતભાઈ બળદેવભાઈ રબારી નામના ચાર શખ્સોની સામે મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દીકરાને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાની ખોટી સ્કીમો ચારેય આરોપીઓ દ્વારા આપવામાં આવી હતી અને આયોજનબદ્ધ રીતે કાવતરું કરીને આરોપી રોહિતભાઈ,  લલિતભાઈ અને સાગર પટેલે માધવભાઈ શેઠના એજન્ટ બની ફરિયાદીના દીકરાને ફોન કરી શરૂઆતમાં નાની નાની રકમનું સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવીને રૂપિયા 9400 નો નફો કરાવ્યો હતો અને ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરવા ફરિયાદીના દીકરા પાસેથી અલગ અલગ યુપીઆઈ અને બેંક ટ્રાન્જેક્શન મારફતે 4,87,350 તથા આંગડિયા પેઢી મારફતે આરોપી નચિકેતભાઈ બળદેવભાઈ રબારી નામના શખ્સને હિંમતનગર ખાતે પીએમ આંગડિયામાં 81,48,000 આમ કુલ મળીને 86,25,950 ની રકમ ચારેય આરોપીઓ દ્વારા મેળવી લેવામાં આવી હતી અને ત્યારબાદ ફરિયાદીના દીકરા સાથે ઠગાઈ કરવામાં આવે છે જેથી હાલમાં ભોગ બનેલા યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સાયબર ક્રાઈમનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે




Latest News