વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર
મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે
SHARE
મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા તેમજ અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક અંકુશ મેળવવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા પાસા (PASA) કાયદા હેઠળ કડક અટકાયતી હુકમો કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લાના એસપીની દરખાસ્તોના આધારે ઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન દારૂની ગેરકાયદે હેરફેર સાથે સંકળાયેલા ૩ બુટલેગર સામે કાર્યવાહી કરી જેલહવાલે કરાયા છે. જેમાં મોરબી શહેર 'એ' ડિવિઝન હેઠળ આશરે ૧ કરોડના દારૂની હેરાફેરીમાં સંકળાયેલ હિન્દુભાઈ મોહનભાઈ ઉર્ફે મેપાભાઈ બાંભવા, ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૬૦ લાખના દારૂના ગુનાઓમાં સામેલ ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો નાગજીભાઈ ફાંગલીયા અને વશરામભાઈ નારણભાઈ સાટકાનો સમાવેશ થાય છે. આ ત્રણેયની પાસા દરખાસ્તને મંજૂર કરવામાં આવેલ છે જેથી ત્રણેય આરોપીને પકડીને સુરત, અમદાવાદ અને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ છે