હળવદમાં સ્પાના હિસાબમાં મનદુખમાં ભાગીદારે યુવાનને લોખંડના જારા વડે માર માર્યો વાંકાનેરના પીપળીયા રાજ ગામે માલઢોર રોડ સાઇડમાં લેવાનું કહેતા યુવાનને માલધારીએ માથામાં લાકડી ફટકારી વાંકાનેરના બોકડથંભા ગામે બીમાર સાસુની ખબર પૂછવા આવેલ અજાણી મહિલા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી ગઈ મોરબીના લાલપર ગામ પાસે ડમ્પરની કચડાઈ જવાથી વતનમાં જઈ રહેલા યુવાનનું મોત મોરબીના રફાળેશ્વર મહાદેવા મંદિરે આજે શિવભક્તોનો મેળો: પિતૃ તર્પણ માટે લોકો ઉમટી પડ્યા  મોરબી યાર્ડમાં ભાજપનો ખરીદ વેચાણ સંઘ બંધ, હવે તડજોડ કરવાના પ્રયાસ કરશે તો સ્ટિંગ ઓપરેશન કરીશું: મનોજ પનારા મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક ગણતરીની મિનિટોમાં આટોપી લેવાઈ ! લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે સેવાકીય પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મહાદેવા મંદિરે આજે શિવભક્તોનો મેળો: પિતૃ તર્પણ માટે લોકો ઉમટી પડ્યા 


SHARE





મોરબીના રફાળેશ્વર મહાદેવા મંદિરે આજે શિવભક્તોનો મેળો: પિતૃ તર્પણ માટે લોકો ઉમટી પડ્યા 

મોરબી નજીક આવેલ પ્રાચિન રફાળેશ્વર મંદિરે શ્રાવણ મહિનાની અમાસના દિવસે સામન્ય રીતે બે દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી શિવજીના દર્શન પૂજન અને મંદિરના પટાંગણમાં આવેલ પારસ પિપળાને પાણી ચડાવીને પિતૃ તર્પણ કરવા માટે લોકો આજે ઉમટી પડ્યા છે અને શિવ દર્શન કરીને લોકો મેળાની મોજ માણશે.

એવું કહેવાય છે કે, વર્ષો પહેલા રીપુફાલ નામના રાજાએ તપ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા બાદમાં રીપુફાલેશ્વેર મહાદેવની સ્થાપના કરી હતી જો કે, સમયાંતરે નામનો અપભ્રંસ થવાથી હાલમાં આ જગ્યા રફાળેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતી છે અને શ્રાવણી અમાસના દિવસે આ મંદિરના પટાંગણમાં આવેલ કુંડમાં ગંગાજી પ્રગટ થાય છે જેથી ત્યાં સ્નાન કરવાનું અને કુંડની બાજુમાં જ આવેલ પારસ પિપળાને એક લોટો પાણી ચડાવવાથી પિતૃ તર્પણ થાય છે જેથી પિતૃ તર્પણની સાથો સાથ મેળો માણવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો આવે છે.

દરવર્ષે જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર મહાદેવ મંદિર પાસેના મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે ચાલુ વર્ષે પણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મેળાને ગુરુવારે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી અરવિંદભાઇ વાંસદડીયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલ હતો. આજે લોકો પ્રાચિન મંદિરમાં દેવાધીદેવ રફાળેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે સાથો સાથ પિતૃ તર્પણ માટે શ્રાવણી અમાસના દિવસે પારસ પીપળાને પાણી ચડાવવા માટે ન માત્ર મોરબી જિલ્લા પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો ત્યાં આવેલ છે અને પિતૃ તર્પણ માટે પીપળાને પાણી ચડાવીને પછી રફાળેશ્વર મહાદેવ મંદિરની પાસે યોજાયેલ લોક મેળાનો લોકો લાભ લેતા હોય છે.




Latest News