હળવદમાં સ્પાના હિસાબમાં મનદુખમાં ભાગીદારે યુવાનને લોખંડના જારા વડે માર માર્યો વાંકાનેરના પીપળીયા રાજ ગામે માલઢોર રોડ સાઇડમાં લેવાનું કહેતા યુવાનને માલધારીએ માથામાં લાકડી ફટકારી વાંકાનેરના બોકડથંભા ગામે બીમાર સાસુની ખબર પૂછવા આવેલ અજાણી મહિલા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી ગઈ મોરબીના લાલપર ગામ પાસે ડમ્પરની કચડાઈ જવાથી વતનમાં જઈ રહેલા યુવાનનું મોત મોરબીના રફાળેશ્વર મહાદેવા મંદિરે આજે શિવભક્તોનો મેળો: પિતૃ તર્પણ માટે લોકો ઉમટી પડ્યા  મોરબી યાર્ડમાં ભાજપનો ખરીદ વેચાણ સંઘ બંધ, હવે તડજોડ કરવાના પ્રયાસ કરશે તો સ્ટિંગ ઓપરેશન કરીશું: મનોજ પનારા મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક ગણતરીની મિનિટોમાં આટોપી લેવાઈ ! લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે સેવાકીય પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી યાર્ડમાં ભાજપનો ખરીદ વેચાણ સંઘ બંધ, હવે તડજોડ કરવાના પ્રયાસ કરશે તો સ્ટિંગ ઓપરેશન કરીશું: મનોજ પનારા


SHARE





મોરબી યાર્ડમાં ભાજપનો ખરીદ વેચાણ સંઘ બંધ, હવે તડજોડ કરવાના પ્રયાસ કરશે તો સ્ટિંગ ઓપરેશન કરીશું: મનોજ પનારા

મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ ખેડૂત પરિવર્તન પેનલમાંથી વિજય બનેલા તમામ ઉમેદવારો સૌપ્રથમ મોરબી જિલ્લાના જેતપર ગામે પહોંચ્યા હતા. કેમ કે, જેતપર ગામના ખેડૂતોની મંડળીએ આ ચૂંટણીમાં સૌ પ્રથમ ખુલ્લો ટેકો ખેડૂત પરિવર્તન પેનલને આપ્યો હતો અને તે ચિનગારી આગ બનીને જિલ્લામાં પ્રસરી જતા મોરબી માર્કેટ યાર્ડની અંદર 30 વર્ષથી જે સહકાર પેનલનો દબદબો હતો તેને ખેડૂતોએ હરાવીને ખેડૂત પરિવર્તન પેનલને વિજય અપાવ્યો છે માટે વિજેતા બનેલા તમામ ઉમેદવારો ખેડૂતોનો આભાર માનવા માટે જેતપર ગામે પહોંચ્યા હતા ત્યા ચૂંટાયેલા તમામ સભ્યોનું આતિશબાજી સાથે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ જેતપર ગામના ખેડૂતોએ ચૂંટાયેલા સદસ્યોનો કાન આમળતા કહ્યું હતું કે "તમારા ઉપર વિશ્વાસ મૂકીને તમને જીતાવ્યા છે હવે વેચાતા નહીં."

મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણી દરમિયાન મતદારોને અનેક પ્રકારના લાલચ અને પ્રલોભનો આપવામાં આવ્યા હતા આટલું જ નહીં પરંતુ ધાક ધમકીઓ પણ આપવામાં આવતી હતી માટે જે મંડળીના પ્રમુખ, મંત્રી અને સભ્યો મતદાન કરવાના હતા તેઓમાં ઘણી મૂંઝવણ હતી આવા સમયે ખેડૂત આંદોલનનું એપી સેન્ટર એટલે કે જેતપર ગામની મંડળીએ સૌપ્રથમ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત પરિવર્તન પેનલને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ ગામો ગામથી ખેડૂત પરિવર્તન પેનલને મંડળીઓ દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો અને તેના ફળ સ્વરૂપે આજે માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 14 પૈકી 9 બેઠકો ઉપર ખેડૂત પરિવર્તન પેનલના ઉમેદવારોનો વિજય થયો છે

 

જેથી કોંગ્રેસના માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા તેમજ મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વિજેતા બનેલા ખેડૂત પરિવર્તન પેનલના ઉમેદવારો તથા કોંગ્રેસના અન્ય આગેવાનો સૌ પ્રથમ જેતપર ગામે પહોંચ્યા હતા અને જેતપર ગામના ખેડૂતોની મંડળી એ જે ખુલ્લો ટેકો જાહેર કરીને માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ચિંગારી લગાવી હતી તેના પરિણામ સ્વરૂપે આ ચૂંટણીમાં ખેડૂત પરિવર્તન પેનલનો વિજય થયો છે જેથી જેતપર ગામના ખેડૂતો અને મંડળીનો આભાર વ્યક્ત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે જેતપર ગામે આતિશબાજી અને ઢોલ નગારા સાથે વિજેતા ઉમેદવારોને આવકારવામાં આવ્યા હતા અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું

આગામી પાંચ વર્ષ સુધી ખેડૂતોના હિતમાં તમામ ચૂંટાયેલા ઉમેદવારો દ્વારા કામ કરવામાં આવે તેવી લાગણી ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી સાથો સાથ ટકોર કરતાં જેતપર ગામની મંડળીના સભ્ય સતિષભાઈ અઘારાએ કહ્યું હતું કે ખેડૂતોએ વિશ્વાસ મૂકીને તમને ચૂંટી કાઢ્યા છે હવે આગામી સમયમાં લોભ, લાલચ કે ધમકીના કારણે સત્તાધારી પક્ષ પાસે વેંચાઈ જતા નહીં.

આ તકે કોંગ્રેસના માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરાએ કહ્યું હતું કે માર્કેટ યાર્ડની જીત એ કોંગ્રેસની જીત નથી પરંતુ ખેડૂતોના વિશ્વાસ અને ખેડૂતોના સહકારની જીત છે અને વર્ષોથી માર્કેટ યાર્ડની અંદર એક ચકરી શાસન હોવાના કારણે ખેડૂતો અને વેપારીઓને દબાવવા તેમજ ધમકાવવામાં આવતા હતા જેથી કરીને વેપારી પેનલમાં ઉમેદવાર ન મળ્યા પરંતુ જો ઉમેદવાર મળ્યા હોત તો સહકાર પેનલના યાર્ડમાં સુપડા સાફ કરી નાખ્યા હોત.

અંતમાં મનોજભાઈ પનારાએ કહ્યું હતું કે ખેડૂતોએ વિશ્વાસ મૂકીને ખેડૂત પરિવર્તન પેનલના હાથમાં સત્તા સોંપી છે ત્યારે હવે ત્યાં તડજોડનું રાજકારણ વર્ષોથી માર્કેટ યાર્ડમાં બેઠા બેઠા જે ભાજપના આગેવાનો કરતા હતા તે ભાજપનો ખરીદ વેચાણ સંઘ યાર્ડમાં બંધ થઈ ગયો છે અને જો હવે તડજોડ કરવાના પ્રયત્ન કરશે તો ફોન રેકોર્ડ કરીને સ્ટિંગ ઓપરેશન કરવામાં આવશે. અને તેને વાયરલ કરવામાં આવશે અને જો કોઈ ચૂંટાયેલ ઉમેદવાર વેચાશે તો તેના ઘરે તથા તેને ખરીદનારના ઘરે ખેડૂતો હલ્લાબોલ કરશે તેવી ખુલ્લી ચેતવણી અપાઈ છે.




Latest News