મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના બોકડથંભા ગામે બીમાર સાસુની ખબર પૂછવા આવેલ અજાણી મહિલા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી ગઈ


SHARE



















વાંકાનેરના બોકડથંભા ગામે બીમાર સાસુની ખબર પૂછવા આવેલ અજાણી મહિલા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી ગઈ

વાંકાનેરના બોકડથંભા ગામે બીમાર સાસુની ખબર પૂછવા માટે થઈને આવેલ મહિલા પીઠના ભાગે ખંજવાળ આવે છે તેવું કહીને રૂમમાં કપડાં બદલવા માટે ગઈ હતી અને ત્યાં રાખવામા આવેલ તિજોરીમાંથી સોનાની બે જોડી બુટ્ટી તથા ચાંદીના સાંકડાની ચોરી કરી હતી જેથી 63 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની મહિલાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામે રહેતા શોભનાબેન ભરતભાઈ સરાવાડીયા (40)એ અજાણી મહિલાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓના સંબંધી મનીષાબેન અને તેઓની સાથે એક અજાણી મહિલા ફરિયાદીના સાસુ બીમાર હોવાથી તેની ખબર પૂછવા માટે તેઓના ઘરે આવ્યા હતા અને ત્યારે અજાણી મહિલાએ પીઠમાં ખંજવાળ આવે છે તેવું બહાનું કર્યું હતું અને ત્યાર બાદ કપડા બદલાવા માટે ફરિયાદીના રૂમ ગઈ હતી અને ત્યારે ત્યાં રૂમમાં રાખવામા આવલે તિજોરીમાંથી સોનાની બે જોડી બુટ્ટી જેનો વજન 13 ગ્રામ અને કિંમત 50,000 રૂપિયા તથા ચાંદીના સાંકડા જેનો વજન 300 ગ્રામ તથા કિંમત 13,000 આમ કુલ મળીને 63 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે










Latest News