હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો હળવદમાં સ્પાના હિસાબમાં મનદુખમાં ભાગીદારે યુવાનને લોખંડના જારા વડે માર માર્યો વાંકાનેરના પીપળીયા રાજ ગામે માલઢોર રોડ સાઇડમાં લેવાનું કહેતા યુવાનને માલધારીએ માથામાં લાકડી ફટકારી વાંકાનેરના બોકડથંભા ગામે બીમાર સાસુની ખબર પૂછવા આવેલ અજાણી મહિલા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી ગઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના પીપળીયા રાજ ગામે માલઢોર રોડ સાઇડમાં લેવાનું કહેતા યુવાનને માલધારીએ માથામાં લાકડી ફટકારી


SHARE





વાંકાનેરના પીપળીયા રાજ ગામે માલઢોર રોડ સાઇડમાં લેવાનું કહેતા યુવાનને માલધારીએ માથામાં લાકડી ફટકારી

વાંકાનેરના પીપળીયા રાજ ગામે રહેતો યુવાને તેના પત્નીને ટ્રેક્ટરમાં સાથે બેસાડીને વાડી તરફ જઈ રહ્યો હતો ત્યારે ગાડા માર્ગ ઉપર માલધારી પોતાના માલઢોરને લઈને પસાર થઈ રહ્યો હતો અને માલધારી તેના ઢોરને ધીમે ધીમે ચલાવતો હતો જેથી ઢોરને રોડ સાઈડમાં લઈને ટ્રેક્ટર જાય તેવો રસ્તો કરી આપવા માટે યુવાને કહ્યું હતું જે માલધારીને સારું નથી લાગતા તેણે યુવાનને માથામાં લાકડી મારીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના પીપળીયારાજ ગામે ગ્રામ પંચાયત ઓફિસની સામેના ભાગમાં રહેતા ઈલુદ્દીનભાઈ મામદભાઈ માથકિયા (46)હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હીરાભાઈ જેસાભાઇ ટોટા રહે. પીપળીયારાજ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ પોતાનું ટ્રેક્ટર સાથે ટ્રોલી ફિટ કરીને પોતાની વાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓના ટ્રેક્ટરની અંદર તેમના પત્ની પણ બેઠેલા હતા અને રસ્તામાં ગાડા માર્ગ ઉપર આરોપી પોતાના માલ ઢોરને ધીમે ધીમે ચાલતા હોય ટ્રેક્ટર જઈ શકે તેટલો રસ્તો કરી આપવા માટે ઢોરને રોડ સાઈડમાં લેવા માટે ફરિયાદીએ આરોપીને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતાં આરોપીએ ફરિયાદી યુવાનને માથાના ભાગે લાકડી મારીને ઇજા કરી હતી તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News