મોરબીના નવલખી રોડે ચેક પોસ્ટ પાસેથી ૨૧ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો
મોરબીનાં યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરનારા વધુ એક વ્યાજખોરોની ધરપકડ
SHARE









મોરબીનાં યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરનારા વધુ એક વ્યાજખોરોની ધરપકડ
મોરબીનાં કેરાળા (હરીપર) ગામે રહેતા યુવાને વ્યાજે નાણાં લીધા હતા અને બાદમાં વ્યાજ અને મુદલ ચૂકવવા માટે તેને સમયાંતરે વ્યાજખોરના ત્રાસથી બચવા માટે જુદાજુદા વ્યક્તિઓ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા જે ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે
મોરબીનાં કેરાળા (હરીપર) ગામે રહેતા અરવિંદ પ્રેમજીભાઇ ચરોલાએ મોરબી તાલુકા પોલીસે અગાઉ સાત શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેણે જણાવ્યું હતુ કે, વ્યાજે લીધેલા નાણાં ચૂકવવા માટે જુદાજુદા લોકો પાસેથી તેને વ્યાજે નાણાં લીધા હતા તો પણ વ્યાજખોરો દ્વારા તેની પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી તેને સાત શખ્સોની સામે ફરિયાદ નોધાવી હતી જે ગુનામાં અગાઉ પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી હાલમાં આ ગુનામાં સુમીત મુળજીભાઇ ચારોલા (૩૦) રહે, રવાપર રોડ રામભક્તિ એપાર્ટમેન્ટ વાળાની ધરપકડ કરેલ છે અને ભાવેશ બાવાજી નામના શખ્સને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
વૃદ્ધા સારવારમાં
મોરબીના દલવાડી સર્કલની પાસે વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ અજાણ્યા ૭૦ વર્ષિય વૃદ્ધાને ૧૦૮ વડે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી કરીને એ ડિવિઝન પોલીસ મથકનાં એચ.એમ.ચાવડાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબી રાજકોટ હાઇવે ઉપર વીરપર પાસે આવેલ નવયુગ સંકુલ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના કેનાલ રોડ જય અંબે સોસાયટીમાં રહેતા સ્મિત મહેશભાઈ ઘોડાસરા નામના ૧૮ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં બેને ઈજા
માળિયા મિંયાણાના રહેવાસી ઇરફાન હબીબભાઈ મોવર નામનો ૧૬ વર્ષીય તરૂણ બાઇકમાં પીપળીયા ચોકડી પાસેથી જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં ઈરફાનને અહીં આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.તે રીતે જ માળિયા મિંયાણાના વાળા વિસ્તારમાં રહેતા દિલાવર કાદર પારેડી નામના ૨૨ વર્ષીય યુવાને પણ પીપળીયા ચોકડી પાસે વાહન અકસ્માતમાં માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.
