મોરબીના ભડીયાદ નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા આરોપીની ધરપકડ
મોરબીના નવલખી રોડે ચેક પોસ્ટ પાસેથી ૨૧ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો
SHARE









મોરબીના નવલખી રોડે ચેક પોસ્ટ પાસેથી ૨૧ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો
મોરબીમાં પોલીસે વાહન ચેકિંગ માટે નવલખી રોડ ઉપર ફાટક પાસે ચેક પોસ્ટ બનાવેલ છે ત્યાથી પસાર થતી હુન્ડાઇ કંપનીની આઇ-૨૦ કારને રોકીને પોલીસે ચેક કરતાં તે કારમાંથી ૨૧ બોટલ દારૂ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને કાર સહિત ૧,૦૬,૩૦૦ ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને કચ્છના સામખીયારીના એક શખ્સનું નામા સામે આવ્યું હોવાથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં નવલખી રોડ ઉપર ફાટક પાસે ચેક પોસ્ટ પાસેથી હુન્ડાઇ કંપનીની આઇ-૨૦ કાર નં- જી.જે. ૩ ડીએન ૮૬૬૭ પસાર થતી હતી ત્યારે તે કારને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી દારૂની શીલબંધ ૨૧ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૬૩૦૦ ની કિંમતનો દારૂ તેમજ ૧,૦૦,૦૦૦ ની કાર આમ કુલ મળીને ૧,૦૬,૩૦૦ ના મુદામાલ સાથે હાલમાં આરોપી સાગરભાઇ કાંતીભાઇ પલાણ જાતે લોહાણા (ઉ.૩૦) રહે, મોરબી નવલખી રોડ સેન્ટમેરી સ્કુલની પાછળ જલારામ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૧૫ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ભાવેશ બાવાજી રહે, સામખીયારી જિલ્લો કચ્છ વાળાનું નામ સામે આવ્યું છે જેથી તે બંનેની સામે પ્રોહીબિશન એકટ કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૯૮(૨),૮૧ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને ભાવેશ બાવાજીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે
એક બોટલ દારૂ
મોરબી શનાળા રોડ જી.આઇ.ડી.સી ના નાકા પાસે રામનાથપાન નજીકથી એક યુવાન પસાર થતો હતો તેને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તે યુવાન પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૫૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે હાલમાં હિતેષભાઇ ધર્મેન્દ્રભાઇ વસવેલીયા જાતે પ્રજાપતી (ઉ.૨૬) રહે. વાવડી ચોકડી ભગવતી હોલ કૈલાશ પાર્ક મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલ કયાથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
દેશી દારૂનો આથો
વાંકાનેરના વિરપર ગામની સીમમાં સાદુરભાઇ હરજીભાઇ કોળીની વાડીના શેઢા પાસે ખરાબાના હોંકળામાં દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે વપરાતો ઠંડો આથો ૬૦૦ લીટર મળી આવ્યો હતો જેથી કરીને ૧૨૦૦ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી રેડ દરમ્યાન હાજર ન હોવાથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
દેશી દારૂ
મોરબી– માળીયા કંડલા નેશનલ હાઇવે રોડ ઓસીસ સીરામીક તરફ જતા કાચા રસ્તા ઉપરથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી ૧૩ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૬૦ રૂપિયાનો દારૂ અને ૨૪૦૦ રૂપિયા રોકડા કબજે કરીને રસુલભાઇ અલાઉદીનભાઇ પઠાણ જાતે સિપાઇ (ઉ.૨૪) રહે. વીસીપરા કુલીનગર-૦૧ મોરબી મુળ રહે. દેરાળા (મેઘપર) વાળાની ધરપકડ કરેલ છે
