માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો
મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ
SHARE
મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ
મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામે શોપિંગ સેન્ટરમાં રેડ કરી હતી. અને ત્યાં શોપિંગ સેન્ટરની દુકાનમાંથી જુદી જુદી બ્રાન્ડની ૪૭૨ બોટલ દારૂ મળી આવ્યો હોય હાલ બે સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી તાલુકા પોલીસસુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાનમાં બાતમી મળી હતી કે રંગપર (બેલા) ગામની સીમમાં સોમનાથ પેટ્રોલ પંપ સામેના શોપિંગ સેન્ટરમાં મોગલ પાનની પાસેની દુકાનમાં હિરશભાઈ ભંવરલાલ અહારી પોતાના કબ્જા ભોગવટાની દુકાનમાં વેચાણ કરવાના ઈરાદા દારૂની બોટલો રાખેલ છે.જેથી ઉપરી અધીકારીઓને વાકેફ કરી ત્યાં રેડ કરતા દુકાનમાંથી જુદીજુદી બ્રાંડની કુલ ૪૭૨ બોટલ દારૂ મળી આવી હતી.જેથી રૂપિયા ૫૨,૩૬૨ ના દારૂના જથ્થા સાથે સ્થળ ઉપરથી હિરશભાઈ ભંવરલાલ અહારી હાલ રહે. રંગપર (બેલા) ગામની સીમમાં તા.જી. મોરબી મૂળ રહે.ભોજાતો કા ઓડા થાના દૌડા જી.ડપંગરપુર રાજસ્થાનની અટકાયત કરી તેની પુછપરછ કરવામાં આવતા આ જથ્થો તેણે અઝરૂદ્દીન અકબરભાઈ જામ રહે. બેલા (આમરણ) તા.જી. મોરબીનું નામ ખુલતા બંનેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધીને આગળની કડીઓ મેળવા પોલીસે તપાસ શરૂ કરેલ છે.