મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી
SHARE
મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મોરબી તાલુકાના રાજપર(કું) ગામે ચાલી રહેલી ભૂમિ સીમાંકન કામગીરી તેમજ માળીયા તાલુકાના કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સ્થળ મુલાકાત લઈ ચકાસણી અને સમીક્ષા કરી હતી.
રાજપર(કું) ગામની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ એસ.એલ.આર., આઈ.એલ.આર., તલાટી-કમ-મંત્રી, અરજદારો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ચાલી રહેલી માપણી કામગીરીનું સ્થળ પર અવલોકન કર્યું હતું. તેમણે કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપી કામગીરીમાં ચોકસાઈ અને પારદર્શિતા જળવાઈ રહે તે અંગે અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરએ માળીયા તાલુકાના કુંતાસી ગામની મુલાકાત લઈ સ્વામિત્વ યોજના અંતર્ગત ચાલી રહેલી કામગીરીની ચકાસણી કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી કામગીરીની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.