મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત
મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર
SHARE
મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર
મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી શ્રી જલારામ સેવા મંડળ ના અગ્રણી અનિલભાઈ સોમૈયા તથા ભાવનાબેન સોમૈયાનાં ભાણેજ સ્વ.સ્નેહલ હસમુખભાઈ પુજારાનું ચાર માસ પહેલા દુઃખદ અવસાન થયુ હતુ. તેની ચોથી માસિક પુણ્યતિથિએ પરિવારજનો દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે અનિલભાઈ સોમૈયા, ભાવનાબેન સોમૈયા, હસમુખભાઈ ચીમનલાલ પુજારા, રાજભાઈ સોમૈયા, નંદનીબેન સોમૈયા સહીતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જયારે મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ સહીતના અગ્રણીઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી