મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો
મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
SHARE
મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકના સતિષભાઇ ગળચર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે નવલખી રોડ સેંટ સ્કુલની પાસેથી નીકળેલા આકાશ રમેશભાઇ ગણેશીયા (20, રહે. મોટી વાવડી, મોરબી)ને અટકાવીને તેની ઝડતી લેવામાં આવતા તેની પાસેથી બીયરના પાંચ ટીન મળી આવ્યા હતા. જેથી રૂા.625ની કિંમતના બીયર સાથે તેને પકડીને તેણે આ જથ્થો ક્યાંથી મેળવ્યો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
વાહન અકસ્માત
હળવદ-અમદાવાદ હાઇવે ઉપર તરૂંગા જૈન દેરાસર નજીક સામેના વાહનની ભારે લાઇટને લીધે અંજાઇ જવાથી ટ્રાવેલ્સ ડિવાઇડરની સાથે અથડાઇ હતી. આ બનાવમાં ગોપીભાઇ ગૌતમભાઇ સુથાર અને હિતેષ નવઘણ રબારી રહે. બંને કડી મહેસાણાને ઇજાઓ થયેલી હોય બંનેને અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.
છરી વડે હુમલો
વાવડી રોડ ઉપર રહેતો કૌશિક પ્રવિણભાઇ રાણપરા નામનો યુવાન રવાપર રોડ ઉપર આવેલી ભગવતી ફાસ્ટફૂડ નામની દુકાને હતો ત્યાં લખન મકવાણા નામના શખ્સે તેને છરી મારતા કૌશિકભાઇને સિવિલે ખસેડાયું જણાવેલ છે જ્યારે શનાળા ગામે રાજપર રોડ ઉપર આવેલી ધર્મનગર સોસાયટીમાં રહેતા ગોવિંદ ચંદુભાઇ ભરડે નામના યુવાને ઘરે પત્ની સાથે ઝઘડો-મારામારીમાં ઇજા થતાં સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માત
જૂના બસ સ્ટેશન પાસે થયેલા બાઇક અને કાર અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ સંજયભાઇ ગોવિંદભાઇ મારૂ (51, રહે. 1-માધાપર)ને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે નઝરબાગ રેલવે સ્ટેશન પાસે રહેતા સોનલબેન મુકેશભાઇ મહાલીયાને નણંદ સાથે બોલાચાલી થતાં લાગી આવતા ફિનાઇલ પી લીધું હતું જેથી સારવાર માટે સિવિલે ખસેડાયા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.
સાપ કરડી ગયો
ખારચીયા ગામે ખેતરે દવા છાંટતા સમયે ઝેરી અસર થતાં મુકેશ કમલેશભાઇ મંડોલીયાને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમજ રફાળેશ્ર્વર ગામે મધુનગર વિસ્તારમાં સાપ કરડી જતાં ત્યાં રહેતા લખનભાઇ તળસીભાઇને સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે પલાસડી ગામે કોઇ ઝેરી જનાવર કરડી જતાં અનિતાબેન ઇંદરભાઇને વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે અહીંની સીવીલે લાવવામાં આવ્યા હતા તેમજ ઢુવા ચોકડી પાસે રહેતા પ્રિયાબેન રામકુમાર યાદવ નામની યુવતીએ ઘરે ફિનાઇલ પી લેતા સારવાર માટે સિવિલે ખસેડવામાં આવી હતી. વાંકાનેરના ઢુવા ખાતે આવેલ વરમોરા સનાતન સિંગ (32)ને યુનીટ નજીક મારામારી બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે મોરબી સીવીલે લાવવામાં આવ્યો હતો.









