વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ


SHARE







મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ

શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહની જન્મજયંતિને માત્ર સ્મરણ અને પુષ્પાંજલિ પૂરતી સીમિત ન રાખી મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ‘સંકલ્પ દિવસ’ તરીકે ઉજવવામાં આવી હતી. આ અંતર્ગત દેહદાન અને અંગદાન અંગે જાગૃતિ ફેલાવી 500થી વધુ નાગરિકોએ મૃત્યુ બાદ પણ માનવકલ્યાણ માટે ઉપયોગી બનવાનો સંકલ્પ લીધો હતો.

ભગતસિંહના ત્યાગ, રાષ્ટ્રપ્રેમ અને દેશ માટેના સર્વોચ્ચ બલિદાનમાંથી પ્રેરણા લઈને આ પહેલ હાથ ધરવામાં આવી હતી. નાગરિકોને દેહદાન અને અંગદાનનું માનવીય તેમજ સામાજિક મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું અને મૃત્યુ બાદ પણ પોતાનું શરીર તબીબી શિક્ષણ માટે તથા અંગો જરૂરિયાતમંદોના જીવન બચાવવા ઉપયોગી બની શકે તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ પહેલનો ઉદ્દેશ ભગતસિંહની જન્મજયંતિને માત્ર તેમના જીવન અને બલિદાનને યાદ કરવાનો દિવસ ન રાખી, તેમના વિચારોમાંથી પ્રેરણા લઈને સમાજ પ્રત્યેની જવાબદારી સ્વીકારવાનો દિવસ બનાવવાનો હતો. 20 લોકોએ દેહદાન તેમજ 500થી વધુ નાગરિકોએ અંગદાનનો સંકલ્પ લઈ આ માનવસેવાના પ્રયાસમાં જોડાઈને પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “શહીદ ભગતસિંહનું સમગ્ર જીવન આપણને શીખવે છે કે દેશસેવા માત્ર શબ્દો કે સૂત્રોમાં નહીં, પરંતુ પોતાના જીવનને સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનાવવામાં છે. ભગતસિંહે જીવતા જીવ માતૃભૂમિ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. આપણે તેમના વિચારોમાંથી પ્રેરણા લઈને મૃત્યુ પછી પણ કોઈને જીવન આપી શકીએ, કોઈના અંધકારમાં પ્રકાશ બની શકીએ અને આપણું શરીર તબીબી શિક્ષણ તથા માનવકલ્યાણ માટે ઉપયોગી બનાવી શકીએ તો તે તેમના પ્રત્યેની અર્થપૂર્ણ શ્રદ્ધાંજલિ બની શકે.” અને આગામી દિવસોમાં દેહદાન અને અંગદાન અંગે સમાજમાં જાગૃતિ વધારવા તેમજ વધુમાં વધુ નાગરિકોને માનવસેવાના અભિયાન સાથે જોડવાના પ્રયાસો યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.




Latest News