મોરબીમાં સિરામિક કારખાનામાં ભાગીદારીને લઈને થયેલ મારા મારીમાં દંપતિની ધરપકડ
ઓહો વિચિત્રમ: બહેનપણી ભાગી ગઈ હોય અને તે અંગે વારંવાર પૂછવામાં આવતા લાગી આવતા યુવતીએ ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો
SHARE









મોરબી તાલુકાના ચકમપર ગામે વાડીએ રહેતા અને ત્યાં જ મજૂરી કામ કરતા આદીવાસી પરિવારની સગીરવયની યુવતી ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેણીનું મોત નીપજ્યું હોય જેથી કરીને તેણીના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ચકમપર ગામે કિશોરભાઈ નરશીભાઇની વાડીએ રહેતા આદિવાસી પરિવારની ધાનકીબેન રમણલાલ ધાનુ (ઉમર ૧૭) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેણીના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મણીલાલ ગામેતીએ આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની તપાસ હાથ ધરી હતી.જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે મૃતક ધાનકીબેનની કોઇ બહેનપણી કોઇની સાથે ભાગી ગયેલ હોય અને તે સંદર્ભે ધાનકીબેનને વારંવાર પૂછપરછ કરવામાં આવતી હોય જેથી કરીને તે બાબતનું મનોમન લાગી આવતા તેણીએ ઝેરી દવા પીને જીવનનો અંત આણી લીધો હતો..!
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા સાપકડા ગામનો દિલીપ લાલજીભાઈ ચાવડા નામનો ૪૬ વર્ષીય યુવાન ભલગામડા પાસે માલપરાભાઈની વાડી નજીકથી બાઇકમાં જતો હતો ત્યારે તેના બાઇકની આડે રસ્તામાં ભુંડ આડુ ઉતરતા તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજાગ્રસ્ત દિલીપ ચાવડાને સારવાર માટે મોરબીની મારૂતિ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે આવેલ ઘુંટુ રોડ ઉપર સિગ્નીફાઇન સીરામીક નજીક પંચરની દુકાનને મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજાઓ થતાં ભુરજીભાઈ મંગુભાઈ ગણાવા નામના ૪૦ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચી હતી અને પોલીસે કરેલી તપાસમાં ખૂલ્યું હતું કે પંચરવાળાની દુકાને ભુરજીભાઈ ગણાવા તેના મિત્ર કિશોરભાઈ બાવાજીના પત્ની વિશે કોઇ બાબતે મસ્તી કરતાં તે બાબતને લઈને બંને વચ્ચે સામાન્ય મારામારી થઈ હતી.
