મોરબી યદુનંદન ગૌશાળા ખાતે માનવ સેવા અર્થે લાવવામાં આવેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
SHARE









મોરબીના લીલાપર રોડ ઉપર યદુનંદન ગૌશાળા આવેલી છે અને યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ ખાતે ગૌસેવાની સાથે માનવ સેવાનું કામ પણ કરવામાં આવે છે.અહીં શહેરમાં રખડતા અશકત, બીમાર કે ખોડ-ખાંપણવાળા ઢોરની ચાકરીની સાથોસાથ જે કોઈ નિરાધાર, અપંગ અથવા તો માનસિક અસ્થિર વ્યક્તિઓ હોય તેઓની પણ અહીં સેવા ચાકરી સેવાભાવી યુવાનો દ્રારા કરવામાં આવતી હોય છે.
દરમિયાનમાં ગત તા.૮-૧ ના રોજ જામનગર જીલ્લાના ધ્રોલ એસટી ડેપો પાસે ફૂટપાથ ઉપર રહેતા આનંદરામ તુકારામ આપેકર નામના ૭૦ વર્ષીય વૃદ્ધને બીમારી અને નિરાધાર હોવા સબબ સારવાર ચાકરી માટે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ ખાતે માનવસેવા કાજે લાવવામાં આવ્યા હતા અને અહીં તેઓની સેવા-સારવાર કરવામાં આવતી હતી દરમિયાનમાં ગઈકાલે તા.૧૧-૧ ના સવારે અગીયારેક વાગ્યાના અરસામાં તેઓની તબીયત લથડતા આનંદરામ તુકારામને બેભાન હાલતમાં મોરબીની સિવિલે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે તેમને જોઈ તપાસી મરણ ગયેલ હોવાનું જાહેર કર્યું હતું અને બનાવ અંગે સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરતા હાલ બનાવ સંદર્ભે હેડ કોન્સ્ટેબલ એચ.એમ.ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના નવલખી રોડ યમુનાનગર વિસ્તારમાં રહેતા પૂજાબેન ઉર્ફે પ્રીતિબેન દાનાભાઈ ડાંગર નામના ૫૦ વર્ષીય મહિલા રોડ ક્રોસ કરતા હતા ત્યારે કાર નંબર જીજે ૧ કેજે ૩૬૩૯ ના ચાલક વાલજીભાઈ રામાભાઈ પરમાર રહે.અમદાવાદ વાળાએ પૂજાબેન મૂળ રહે.મોટા બરારને હડફેટે લેતા ઇજાગ્રસ્ત પૂજાબેનને મધુરમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
