મોરબીના રામઘાટ પાસે પુલની રેલિંગની દીવાલ તોડીને કાર નીચે ખાબકી, યુવાન રાજકોટ ખસેડાયો
વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીની મતગણતરી પૂરીઃ ફાઇનલ પરિણામ હાલમાં અનામત, હાઇકોર્ટના ચુકાદાની રાહ
SHARE
વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીની મતગણતરી પૂરીઃ ફાઇનલ પરિણામ હાલમાં અનામત, હાઇકોર્ટના ચુકાદાની રાહ
મોરબી જીલ્લાના વાંકાનેર માર્કેટિંગ યાર્ડની આજે મતગણતરી હતી જેમાં હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવેલ છે જેથી 31 મતને પેન્ડિંગ રાખવામાં આવ્યા છે જેથી કરીને આજે માર્કેટીંગ યાર્ડની ૧૫ બેઠકોની ફાઇનલ મતગણતરીનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ નથી જેથી કરીને હાલમાં જનઆદેશ પેન્ડિંગ રાખવામાં આવેલ છે અને આગામી તારીખ 18 ના રોજ હાઈકોર્ટનો આદેશ આવશે ત્યારબાદ 31 મતનો નિર્ણય થયા પછી વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી નું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવશે
મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડ માં વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો ચૂંટણીમાં વિજય મેળવતા આવ્યા છે જોકે આ વખતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી અને આજે સવારે મતગણતરી શરૂ કરવામાં આવી ત્યારથી બંને પક્ષના ઉમેદવારો વચ્ચે ચડાવ ઉતાર જોવા મળતો હતો જોકે મતગણતરીમાં સંઘની બેઠક પરથી કોંગ્રેસ પ્રરેરિત ઉમેદવારનો વિજય થયો છે જ્યારે વેપારી તેની અંદર ચાર-ચાર કોંગ્રેસ પ્રરેતિ ઉમેદવારો વિજય બન્યા છે અને જો વાત કરીએ ખેડૂત પેનલની તો કુલ મળીને દસ ઉમેદવારો માટે થઈને બંને પક્ષના 10-10 સભ્યો તેમજ એક અપક્ષ ઉમેદવાર આમ કુલ 21 ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા જોકે મતગણતરીને હાલમાં પૂર્ણ કરવામાં આવે છે અને તેમાં અત્યારના ચિત્રની વાત કરીએ તો હાલમાં કોંગ્રેસના સાત અને ભાજપના ત્રણ ઉમેદવારો વિજેતા થતો હોય તેવું જોવા મળી રહ્યું છે જોકે ચૂંટણી પહેલા હાઇકોર્ટ ની અંદર પીટીશન કરવામાં આવી હતી અને જુદી જુદી ત્રણ પીટીશન જુદી જુદી ત્રણ મંડળીઓના કુલ મળીને 31 મતોને અનામત રાખવામાં આવેલા છે અને આગામી તારીખ 18 ના રોજ હાઇકોર્ટ દ્વારા આ 31 મત માટે થઈને આદેશ કરવામાં આવે ત્યાર પછી તે મતોની ગણતરી કરવામાં આવે અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું ફાઇનલ ચિત્ર જાહેર કરવામાં આવશે જો કે હાલમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ કે કોંગ્રેસ કોનો વિજય થયો તે સ્પષ્ટ થયું નથી પરંતુ આગામી તારીખ 18 ના રોજ ગુજરાત હાઈકોર્ટમાંથી 31 મત માટે થઈને જે ચુકાદો આવશે તેના આધારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સત્તાના સૂત્રો કોણ સંભાળે છે તે સ્પષ્ટ થશે