મોરબીની આવેલી ભારતી વિદ્યાલયમાં યુવા દિવસે વકૃત્વ સ્પર્ધા યોજાઇ
SHARE
મોરબીની આવેલી ભારતી વિદ્યાલયમાં યુવા દિવસે વકૃત્વ સ્પર્ધા યોજાઇ
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય શાળામાં સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અવનવા ટોપિક રાખવામાં આવેલ જેમાં રાષ્ટ્રીય યુવા દિવસ, સ્વામી વિવેકાનંદના મતે યુવાન, વર્ગ ખંડમાં ઘડાતું ભારતનું ભાવિ, આદર્શ યુવાનના લક્ષણો,આજનો લક્ષ્યહિન યુવાન, ભારતની સંસ્કૃતિમાં યુવાનનો ફાળો વિગેરે વિષય રાખેલા હતા આ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાને જાડેજા પ્રિયંકાબા (૧૦), દ્રિતીય સ્થાને ટાંક મિત (૧૧) અને તૃતીય સ્થાને કૈલા લાવન્યા (૧૧) આવેલ છે અંતમાં શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતા તેમજ શાળા સંચાલક વિવેકભાઈ મહેતાએ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ હતા