મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના રંગપર પાસેથી અજાણી મહિલા અને હળવદમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા તપાસ શરૂ


SHARE



















વાંકાનેરના રંગપર પાસેથી અજાણી મહિલા અને હળવદમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા તપાસ શરૂ

વાંકાનેરના રંગપર ગામની સીમમાં કારખાનાની દિવાલ પાસેથી અજાણી 35 થી 40 વર્ષની મહિલાની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી જયારે હળવદમાં ભવાનીનગર ઢોરો વિસ્તારમાં તાલુકા સ્પોર્ટ સંકુલ સામેના ભાગમાંથી કોઈ અજાણ્યા 30 થી 35 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જે બંને બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને મૃતક વ્યક્તિઓના વાલી વારસને શોધવા માટેની તજવીજ ચાલી રહી છે.


વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં ગ્રીન વિટેક કારખાનાની દિવાલ પાસેથી કોઈ અજાણી 35 થી 40 વર્ષની મહિલાની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક મહિલા કોણ છે તે શોધવાની દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.વી.ખાંભલા ચલાવી રહ્યા છે

હળવદમાં ભવાનીનગર ઢોરો વિસ્તારમાં તાલુકા સ્પોર્ટ સંકુલ સામેના ભાગમાંથી કોઈ અજાણ્યા 30 થી 35 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવની અશ્વિનભાઈ બાબુભાઈ ડાભી (34) પોલીસને જાણ કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જે બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને મૃતક યુવાન કોણ છે તે અંગેની તપાસ શરૂ કરી છે.










Latest News