દુનિયામાં ઘડિયાળ ઉદ્યોગમાં મોરબીનો ડંકો વગાડનારા પ્રવીણભાઈ ભાલોડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા વાંકાનેરના સરતાનપર નજીક કારખાનાની ઓરડીમાં મહિલાએ ફાંસો ખાઈને કર્યો આપઘાત: જોધાપર ગામે રહેતી મહિલાનું ઘરે કોઈપણ કારણોસર મોત આર્થિક કારણોસર અણધાર્યા પગલાં ભર્યા: હળવદમાં પરિણીતા-ટંકારાના નસીતપર ગામે તરુણે કર્યો આપઘાત વાંકાનેરના રંગપર પાસેથી અજાણી મહિલા અને હળવદમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા તપાસ શરૂ માળીયા (મી)ના વીરવદરકા ગામે નજીવી વાતમાં મારામારીળ હવે સામસામી ફરિયાદ મોરબીના બરવાળા પાસે સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વધુ એક યુવાનનું મોત: ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો હળવદમાં વાડીએ જવાનો રસ્તો ખુલ્લો કરાવતા યુવાન સહિતનાઓને બે મહિલા સહિત 6 લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા-માટેલ રોડે જુદીજુદી બે દુકાનમાં ગેરકાયદે ગેસના બાટલાનું રીફિલિંગ કરતાં 2 શખ્સ 127 બાટલા સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

આર્થિક કારણોસર અણધાર્યા પગલાં ભર્યા: હળવદમાં પરિણીતા-ટંકારાના નસીતપર ગામે તરુણે કર્યો આપઘાત


SHARE







આર્થિક કારણોસર અણધાર્યા પગલાં ભર્યા: હળવદમાં પરિણીતા-ટંકારાના નસીતપર ગામે તરુણે કર્યો આપઘાત

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતી મહિલાએ તેના પતિ પાસે પૈસા માંગ્યા હતા જો કે, પતિ પાસે પૈસા ન હોવાથી થોડા દિવસ પછી આપવાનું કહ્યું હતું જે બાબતે લાગી આવતા મહિલાએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે જયારે ટંકારાના નસીતપર પાસે કારખાનામાં રહેતા તરુણ માનસિક અસ્વસ્થ હોય તેમજ એકલવાયું જીવન અને ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે.

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા જાગૃતિબેન સંજયભાઈ મુંધવા (32) નામની મહિલાએ પોતાની જાતે હળવદના રાતકડી હનુમાન મંદિર જવાના રસ્તા ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં જંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિ સંજયભાઈ અરજણભાઈ મુંધવા (32)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાને તેમના માસીના ઘરે બોલાવવાનો પ્રસંગ આવતો હોવાથી તેણે પોતાના પતિ પાસે પૈસા માંગ્યા હતા અને તેના પતિ પાસે પૈસાની સગવડ ન હતી જેથી થોડા દિવસો પછી જવાનું કહ્યું હતું તે બાબતે મહિલાને મનોમન લાગી આવતા મહિલાએ કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હોવાની વિગત સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં યામી પોલીપેક નામના કારખાનામાં રહેતા સુમિતકુમાર સોનીલાલ શર્મા (16) નામના તરુણની માનસિક અસ્વસ્થ હોય, એકલવાયું જીવન જીવતો હોય તેમજ તેના ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેને કંટાળી જઈને પોતે પોતાની જાતે કારખાનાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના મોટાભાઇ પ્રિન્સકુમાર સોનીલાલ શર્મા (18) રહે. નસીતપર ગામની સીમ યામી પોલીપેક કારખાનામાં ટંકારા મૂળ રહે બિહાર વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News