મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ અને પાણી સમિતિની બેઠક યોજાઈ મોરબી જિલ્લામાં હળવદના નવા દેવળિયા અને ટંકારાના વિરપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબીની આયુર્વેદ શાખા દ્વારા ૧૧ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે આયુષ કેમ્પ યોજાયો મોરબીની દીકરી સભઈબેન ગઢવી રચશે ઈતિહાસ: ૧ લી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતની પ્રથમ મહિલા ખેલાડી બનશે મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદી સુધારણા કાર્યક્રમ, મતદારો ૧૨ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર દરમિયાન રજૂ કરી શકશે દાવા-વાંધા; ૪ જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ થશે આખરી મતદાર યાદી મોરબીના શૈલેષભાઈ કારિઆનું પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દશેરાએ ૨૧ સ્થળોએ વિહિપ-બજરંગ દળ દ્વારા કરાયું શાસ્ત્ર પૂજન ટંકારાના વીરપર ગામે ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક વીર માંગડા વાળો યોજાશે  
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદી સુધારણા કાર્યક્રમ, મતદારો ૧૨ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર દરમિયાન રજૂ કરી શકશે દાવા-વાંધા; ૪ જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ થશે આખરી મતદાર યાદી


SHARE









મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદી સુધારણા કાર્યક્રમ, મતદારો ૧૨ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર દરમિયાન રજૂ કરી શકશે દાવા-વાંધા; ૪ જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ થશે આખરી મતદાર યાદી
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર જે રાજ્યોમાં SIRની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેવા રાજ્યોમાં તા.૧/૧/૨૭ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ જાહેર કરવામાં આવ્યો છે. આ વિશેષ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય એક પણ પાત્ર નાગરિક નોંધણીથી વંચિત ન રહે અને કોઈ બિનપાત્ર વ્યક્તિનું નામ ન જોડાય તે સુનિશ્ચિત કરવાનો છે.આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાના ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગમાં આગામી તા.૧૨/૧૧/૨૬ ના રોજ મુસદ્દા મતદાર યાદીની સત્તાવાર પ્રસિદ્ધિ કરવામાં આવશે.આ પ્રસિદ્ધિ સાથે જ તા.૧૨/૧૧/૨૬ થી ૧૧/૧૨/૨૬ દરમિયાન નાગરિકો અને રાજકીય પક્ષો પોતાના દાવા અને વાંધા રજૂ કરી શકશે. પ્રાપ્ત થયેલા તમામ દાવા-વાંધાઓનો આખરી નિકાલ તા.૨૮/૧૨/૨૬ સુધીમાં કરી દેવામાં આવશે અને ત્યારબાદ તા૪/૧/૨૭ ના રોજ આખરી મતદાર યાદી જાહેર કરાશે.


લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૦ અને મતદાર નોંધણી નિયમો-૧૯૬૦ ઉપરાંત ભારતના બંધારણની કલમ-૩૨૬ માં થયેલ જોગવાઈઓને આધીન રહી મતદારયાદી સુધારણા અંતર્ગત બિન-નોંધાયેલા પાત્ર નાગરિકો તેમજ તા.૧/૧/૨૭ અને આગામી ત્રણ પાત્રતા તારીખો (૧ એપ્રિલ, ૧ જુલાઈ, ૧ ઓક્ટોબર, ૨૦૨૭) ના રોજ પાત્ર બનનાર સંભવિત મતદારો મામલતદાર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી અથવા પોતાના બૂથ લેવલ ઓફિસર (BLO) નો સંપર્ક કરી અરજી તથા હક્ક દાવા રજૂ કરી શકશે.નાગરિકોને પોતાની યાદીની વિગતો BLO પાસે ચકાસી લેવા અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, આગામી તા.૧/૧૧//૨૬ ના રોજ HTAT (Special Competitive Examination) હોવાથી તે દિવસનું સ્પેશિયલ કેમ્પેઈન રદ્દ કરવામાં આવ્યું છે, તેમ મોરબી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News