ટંકારાના વીરપર ગામે ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક વીર માંગડા વાળો યોજાશે
મોરબી જીલ્લામાં દશેરાએ ૨૧ સ્થળોએ વિહિપ-બજરંગ દળ દ્વારા કરાયું શાસ્ત્ર પૂજન
SHARE
મોરબી જીલ્લામાં દશેરાએ ૨૧ સ્થળોએ વિહિપ-બજરંગ દળ દ્વારા કરાયું શાસ્ત્ર પૂજન
દશેરાના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મોરબી પ્રખંડ, હળવદ પ્રખંડ, મોરબી ગ્રામ્ય તેમજ વિશ્વ હિન્દુ પરિષદ - દુર્ગાવાહિની/ માતૃશક્તિ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્ર પૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ મોરબી જિલ્લામાં ૨૧ સ્થળે કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમોમાં શસ્ત્રોનું વિધિવત્ પૂજન કરી ધર્મ, સંસ્કૃતિ, શૌર્ય અને રાષ્ટ્રભક્તિ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી હતી. હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં વિજયાદશમીના પર્વે શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ પર્વ અધર્મ પર ધર્મના, અસત્ય પર સત્યના અને અન્યાય પર ન્યાયના વિજયનું પ્રતીક છે. ભગવાન શ્રીરામે રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો હતો, જે આપણને સત્યના માર્ગે ચાલવા, ધર્મનું રક્ષણ કરવા અને અધર્મ સામે અડગ રહેવાની પ્રેરણા આપે છે. વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્ય દ્વારા આયોજિત આ કાર્યક્રમોના માધ્યમથી હિન્દુ ધર્મની પરંપરાઓનું જતન, યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને સંસ્કારોનું સિંચન તેમજ સમાજમાં એકતા આ રીતે દશેરાના પાવન પર્વે યોજાયેલા શસ્ત્ર પૂજનના કાર્યક્રમો દ્વારા ધર્મ અને સંસ્કૃતિના સંરક્ષણ, રાષ્ટ્રભક્તિ, શૌર્ય અને સામાજિક એકતાના મહત્ત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું.









