સૌરાષ્ટ્ર કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતો માટે સ્પેશલ પેકેજ અને ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર આપવામાં ન આવે તો ગુજરાતમાં થશે ખેડૂત આંદોલન: રણદીપ સુરજેવાલા મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ અને પાણી સમિતિની બેઠક યોજાઈ મોરબી જિલ્લામાં હળવદના નવા દેવળિયા અને ટંકારાના વિરપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબીની આયુર્વેદ શાખા દ્વારા ૧૧ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે આયુષ કેમ્પ યોજાયો મોરબીની દીકરી સભઈબેન ગઢવી રચશે ઈતિહાસ: ૧ લી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતની પ્રથમ મહિલા ખેલાડી બનશે મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદી સુધારણા કાર્યક્રમ, મતદારો ૧૨ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર દરમિયાન રજૂ કરી શકશે દાવા-વાંધા; ૪ જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ થશે આખરી મતદાર યાદી મોરબીના શૈલેષભાઈ કારિઆનું પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દશેરાએ ૨૧ સ્થળોએ વિહિપ-બજરંગ દળ દ્વારા કરાયું શાસ્ત્ર પૂજન
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ અને પાણી સમિતિની બેઠક યોજાઈ


SHARE









મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ અને પાણી સમિતિની બેઠક યોજાઈ

મોરબી, હળવદ અને વાંકાનેરના ૩ ગામો માટે રૂ. ૨૨.૯૮ લાખના પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને નવા કૂવા સહિતના પાણી પુરવઠાના વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા હતા.જિલ્લાના જળાશયોમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો, ક્લોરિનેશન કામગીરી અંગે પણ બેઠકમાં સમીક્ષા કરાઈ હતી.મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને 'જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ' તેમજ 'પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ'ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં મોરબી, હળવદ અને વાંકાનેર તાલુકાના ૩ ગામોમાં પીવાના પાણીની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા અર્થે બોર સરકામ, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને નવા કૂવા નિર્માણ સહિત કુલ રૂ. ૨૨,૯૮,૩૯૦ ના વિકાસકામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.આ બેઠકમાં કલેક્ટરએ જિલ્લામાં પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા, ડેમોમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો તથા પાણીનું નિયમિત અને યોગ્ય ક્લોરિનેશન સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર મહેશ દામા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News