મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ન્યુ પેલેસ ખાતે રાજમાતા વિજય કુંવરબા સાહેબની પ્રાર્થના સભા યોજાઈ


SHARE



















મોરબીના ન્યુ પેલેસ ખાતે રાજમાતા વિજય કુંવરબા સાહેબની પ્રાર્થના સભા યોજાઈ
મોરબીના રાજમાતા વિજયકુંવરબા સાહેબની ન્યુ પેલેસ ખાતે પ્રાર્થના સભા રાજવી પરિવાર દ્વારા રાખવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના રાજવી પરિવારો તેમજ મોરબી સ્ટેટના 42 ભાયાતો, સંતો-મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો આવ્યા હતા અને રાજમાતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મોરબીના ન્યુ પેલેસ ખાતે રાજકુમારી રૂક્ષ્મણીદેવી, ઉર્વશીદેવી, દ્રુપદકુમારી અને ભાણેજ વિશાલ રાજા તેમજ મોરબી રાજવી પરિકાર દ્વારા રાજમાતા વિજય કુંવરબા સાહેબની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી જેમાં રાજકોટ, વાંકાનેર, જામનગર, કચ્છ, ગોંડલ, વિરપુર, લીંબડી, પાટડી, લાકડીયા શિકારપુર, આધોઇ, ધ્રોલ સહિતના રાજવી પરિવારના લોકો તેમજ તેઓના પ્રતિનિધિ તથા બોમ્બે ખાતેથી પણ ઘણા લોકો આવ્યા હતા અને રાજમાતા વિજય કુંવરબા સાહેબના દિવ્ય આત્માને ભગવાન શાંતિ અર્પે તેના માટે પ્રાર્થના કરીને પુષ્પાંજલિ અને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે મોરબીના દરેક જ્ઞાતિ સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, મોરબીના સીરામીક સહિતના ઉદ્યોગો સાથે જોડાયેલા ઉદ્યોગકારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા અને રાજમાતા વિજય કુંવરબા સાહેબ દ્વારા મોરબી તેમજ મોરબી વાસીઓ માટે કરવામાં આવેલ કામને સૌ કોઈએ યાદ કર્યા હતા. આટલું જ નહીં પરંતુ મોરબી ઉપર જ્યારે જ્યારે પણ જળ હોનારત, ભૂકંપ અને ઝુલતો પુલ તૂટવા જેવી કુદરતી કે કૃત્રિમ આફતો આવી પડી હતી ત્યારે રાજમાતાએ હર હંમેશ પોતાનો રાજધર્મ નિભાવી પ્રજા માટે પોતાના ધનકુબેર ભંડાર ખુલ્લા મુક્યા હતા જેને મોરબીના નગરજનો કદી ભૂલી શકશે નહીં અને સમગ્ર મોરબી પંથક માટે માતૃવાત્સલ્ય અને પ્રજા વાત્સલ્ય રાજમાતા આજે સદેહ મોરબી વાસીઓ વચ્ચે નથી ત્યારે સહુ કોઈએ રાજમાતાને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને રાજ પરિવાર ઉપર આવી પડેલ દુઃખ સહન કરવા માટે ભગવાન તેઓને શક્તિ આપે તેના માટે પ્રાર્થના કરી હતી.










Latest News