મોરબીના લક્ષ્મીનગર ગામેથી ગુમ થયેલ કોલેજીયન યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું
મોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વશાંતિ મહાયજ્ઞમાં જોડાયેલા યજમાનોને તન, મન અને ધનથી સુખ્યા થવાના મહંતસ્વામી મહારાજે આપ્યા રૂડા આશીર્વાદ
SHARE
મોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વશાંતિ મહાયજ્ઞમાં જોડાયેલા યજમાનોને તન, મન અને ધનથી સુખ્યા થવાના મહંતસ્વામી મહારાજે આપ્યા રૂડા આશીર્વાદ
મોરબીમાં નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હાલમાં ચાલી રહ્યો છે ત્યારે આજે મહંતસ્વામી મહારાજની હાજરીમાં મંદિરના પરિસરમાં જ વિશ્વશાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહંતસ્વામી મહારાજએ હાજર રહીને પૂજન અર્ચન કર્યું હતુ તેમજ યજ્ઞના યજમાનો સહિત તમામને દર્શનનો લાભ આપીને આશીર્વાદ પણ આપ્યા હતા.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મોરબીમાં મચ્છુ નદીના કાંઠે દિવ્ય અને ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે અને તેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોરબી મંદિરના સર્જક મહંતસ્વામી મહારાજના હાજર રહ્યા છે અને આજથી ચાર દિવસનો ભવ્ય કાર્યક્રમ શરૂ થયો છે જેના પહેલા દિવસે મહંતસ્વામી મહારાજ વિશ્વશાંતિ મહાયજ્ઞમાં હાજર રહ્યા હતા અને આ 'વિશ્વશાંતિ મહાયજ્ઞમાં જે 500 જેટલા યજમાન પરિવાર યજ્ઞમાં આહુતિ આપવા માટે બેઠા હતા તેઓને મહંતસ્વામી મહારાજે દર્શનનો લાભ આપ્યો હતો તેમજ મોરબીના મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન સહિત જે 17 મૂર્તિઓને પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપિત કરવામાં આવશે તેનું પૂજન અર્ચન મહંતસ્વામી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ હજારો હરિભક્તો અને મોરબીના લોકો તેમજ દેશ વિદેશમાંથી આવેલા લોકોની હાજરીમાં યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો તેવી માહિતી સાધુ યોગીપુરુષદાસ દ્વારા આપવામાં આવી હતી.
ખાસ કરીને મહંતસ્વામી મહારાજ દ્વારા યજ્ઞમાં યજમાન તરીકે બેઠેલા તમામ પરિવારો અને વિશ્વશાંતિ યજ્ઞમાં હજાર રહેલા તમામ લોકોને તન, મન અને ધનથી સુખ્યા કરશે તેવા આશીર્વાદ આપ્યા હતા તાંજાનીયાથી આવેલા અને યજ્ઞમાં બેઠેલા યજમાન સચિન ચુડાસમાએ જણાવ્યુ હતું કે, હાલમાં જે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં તાંજાનીયાથી 2 વર્ષથી લઈને 98 વર્ષ સુધીના 300 જેટલા લોકો આવ્યા છે આટલું જ નહીં અન્ય દેશમાંથી પણ ઘણા બધા હરિભક્તો આવ્યા છે. અને મંદિરે દર્શન પૂજનનો લાભ લઈ રહ્યા છે. ઉલેખનીય છે કે, આવતી કાલે મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટથી મોરબીમાં નવા બનેલા સ્વામિનારાયણ મંદિર સુધીની 'ઠાકોરજીની શોભાયાત્રા' નીકળશે જેમાં મોરબીની ધર્મપ્રેમી જનતાને જોડાવા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે.









