મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી: કુવરબાઈનુ મામેરુ યોજના ખાખરેચીની દીકરી માટે બની આશીર્વાદ


SHARE



















મોરબી: કુવરબાઈનુ મામેરુ યોજના ખાખરેચીની દીકરી માટે બની આશીર્વાદ

દીકરીના લગ્ન જેવા મહત્વના પ્રસંગે પરિવાર પર સામાજિક અને આર્થિક બોજને હળવો કરી શકાય તે માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલી કુંવરબાઈનું મામેરુ યોજના અનેક પરિવારો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ત્યારે ખાખરેચી ગામના સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારની દીકરી વર્ષાબેન પરમાર માટે આ યોજના સામાજિક સુરક્ષાનું ઉદાહરણ બની છે.

તેમણે જણાવ્યું હતું કે, "પિતા પરિવારમાં એકમાત્ર કમાવનાર વ્યક્તિ છે તેનાથી તેમનું ગુજરાન ચાલે છે. પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મારા લગ્ન પ્રસંગનું ખર્ચ કરવામાં મુશ્કેલીઓ આવી હતી. મધ્યમ આર્થિક સ્થિતિના કારણે લગ્ન ખર્ચને પહોંચી વળવા અમારા પરિવારને કુંવરબાઈનું મામેરુ યોજનાનો ટેકો મળ્યો હતો". આ આર્થિક મદદ બદલ ખુશી વ્યક્ત કરતા વર્ષાબેન પરમારે સમાજના છેવાડાના અને વંચિત વર્ગોના કલ્યાણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવવા માટે સરકારનો આભાર માન્યો હતો.

લગ્ન નોંધણી કરાવ્યા બાદ વર્ષાબેનને ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઇન જરૂરી સાધન કાગળો અપલોડ કરીને અરજી કરી હતી. અને વહીવટી તંત્ર દ્વારા ચકાસણી કરી અરજી મંજૂર કરતા રૂ.૧૨,૦૦૦ ની સીધી સહાય મળી હતી. નોંધનીય છે કે કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ અનુસૂચિત જાતિની પુખ્ત વયની કન્યાના લગ્ન પ્રસંગે રૂ. ૧૨,૦૦૦ આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. વાર્ષિક રૂપિયા ૬.લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા ગુજરાતના મૂળ વતની પરિવારની મહત્તમ બે કન્યાઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ માટે લગ્નના બે વર્ષની અંદર આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને બેંક પાસબુક જેવા જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહે છે.










Latest News