વાંકાનેર ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત હેલ્થ ચેકઅપ-કીટ વિતરણ કરાયું
મોરબીમાં એક વર્ષના બાળકને સિવિલમાં તાત્કાલિક અને યોગ્ય સારવાર મળતા પરિવાર ચિંતા મુક્તા
SHARE
મોરબીમાં એક વર્ષના બાળકને સિવિલમાં તાત્કાલિક અને યોગ્ય સારવાર મળતા પરિવાર ચિંતા મુક્તા
મોરબીના રહેવાસી મનોજભાઈના નાનકડા બાળક નિકુંજને ગંભીર તાવ, શરદી, ઉધરસ અને શ્વાસ લેવામાં અચાનક ભારે તકલીફ ઊભી થઈ હતી. માસુમ બાળકની નાજુક સ્થિતિને જોઈને પરિવાર ચિંતામાં મૂકાઈ ગયો હતો. તબીબી નિદાનમાં બાળક ‘એક્યુટ એન્કેફાલીટીસ સિન્ડ્રોમ’ (Acute Encephalitis Syndrome) જેવી સ્થિતિથી પીડાતો હોવાનું સામે આવ્યું હતું.
આ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અને બાળકની ગંભીર સ્થિતિને ધ્યાને રાખી તબીબોની ટીમે વિલંબ કર્યા વગર તેને શ્વાસના મોટા મશીન (વેન્ટિલેટર/બાયપેપ) ના સપોર્ટ પર મૂકી દીધો હતો. બાળકના શ્વાસની તકલીફ હળવી કરવા માટે સઘન લાઈફ સેવિંગ ઈન્જેક્શન અને નાસ આપવાની સારવાર ત્વરિત શરૂ કરવામાં આવી હતી. તબીબોની દેખરેખ અને સઘન સારવારના પરિણામે ૫ દિવસ બાદ બાળક શ્વાસના મોટા મશીનમાંથી બહાર આવ્યો હતો. ત્યારબાદ ૧૪ દિવસનો જરૂરી ઇંજેક્શનનો સંપૂર્ણ કોર્સ પૂરો કરીને તા. ૧૯-૧૦-૨૦૨૬ ના રોજ સંપૂર્ણ સ્વસ્થ થયેલા બાળક નિકુંજને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સમયસર મળેલી શ્રેષ્ઠ અને નિઃશુલ્ક સારવારથી પોતાના માસુમ બાળકનો જીવ બચી જતાં પરિવારજનોએ સરકાર, સિવિલ હોસ્પિટલ અને મોરબી જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.