મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં B.A.M.S. DRS એસો. અને વૈદ્યસભા દ્વારા શરદોત્સવ-2026નું આયોજન


SHARE



















મોરબીમાં B.A.M.S. DRS એસો. અને વૈદ્યસભા દ્વારા શરદોત્સવ-2026નું આયોજન

શરદ પૂર્ણિમાના પાવન પર્વને ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવા માટે મોરબી B.A.M.S. DRS એસો. તથા મોરબી વૈદ્યસભાના સંયુક્ત ઉપક્રમે ‘શરદોત્સવ-2026’ રાસ-ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા ડોક્ટરો તથા તેમના પરિવારજનો માટે આયોજિત આ રંગારંગ કાર્યક્રમમાં રાસ-ગરબાની રમઝટ સાથે સ્નેહમિલનનો અનોખો માહોલ સર્જાશે.

શરદ પૂર્ણિમાની પાવન રાત્રિએ યોજાનારા આ મહોત્સવમાં રાસ-ગરબાના રંગે રંગાવા અને સ્નેહ મિલન સહમિલનનો આનંદ માણવા માટે ડોક્ટરો તથા તેમના પરિવારજનોને આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 24 ઓક્ટોબર, 2026ને શનિવારના રોજ સાંજે 6:30થી 12:30 કલાક સુધી મોરબી-રાજકોટ હાઈવે પર આવેલા OSEM CBSE School, શનાળા ખાતે યોજાશે અને ત્યારે સંગીતના તાલે રાસ-ગરબાની રમઝટ સૌ સાથે મળીને બોલાવશે. ખાસ કરીને આ શરદોત્સવમાં પરંપરાગત ભારતીય વેશભૂષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં પુરુષોએ કેડિયું, કુરતો, ધોતી-કેડિયું, બંડી, જાકેટ સહિતની પરંપરાગત વસ્ત્રો અને મહિલાઓએ ચણિયા-ચોળી, કેડિયું, સાડી, લેહેંગા તેમજ અન્ય રંગબેરંગી ભારતીય પરિધાન પહેરવા માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. આ રાસ-ગરબામાં પરંપરાગત ભારતીય વેશભૂષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાથી ગુજરાતની લોકસંસ્કૃતિ અને ભારતીય પરંપરાની અનોખી ઝલક કાર્યક્રમમાં જોવા મળશે. આ કાર્યક્રમમાં બંને સંસ્થાઓની સાથે જોડાયેલ ડોક્ટરો તેમના પરિવારજનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહે તેના માટે સંસ્થાના પ્રમુખ સહિતની ટીમે અનુરોધ કર્યો છે.










Latest News