મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-2 ડેમના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE



















મોરબીના મચ્છુ-2 ડેમના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો યુવાન કોઈપણ કારણોસર મોરબીના જોધપર નદી ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમમાં ડૂબી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો ગુલામહુસેન કાસમભાઈ બાબલીયા (41) નામનો યુવાન મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમના પાણીમાં કોઈપણ કારણોસર ડૂબી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને અલ્તાફભાઈ યુસુફભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કરીને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનનું મોત
મોરબીના મહેન્દ્રનગર ગામેથી હળવદ તરફ જતા રસ્તા ઉપર આવેલ આઈકોન માઇક્રોન નામના કારખાનાની પાછળથી સુરેશભાઈ બારેલાલભાઈ આદિવાસી (26) રહે. મોડા ગામ બેલખેડી ગ્રામ પંચાયત જીલ્લો દમોઇ મધ્યપ્રદેશની ડેડબોડી મળી આવી હતી. આ અંગે ભાગચંદ્ર બર્મન રહે. મૂળ મધ્યપ્રદેશ હાલ મોરબીએ સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે તપાસ કરી હતી.તેમજ મોરબીના જેતપરથી અણીયારી જતા રસ્તે બાઇત સ્લીપ થતાં માથા અને ખભાના ભાગે ઈજા પામેલ જાદવભાઈ શીવાભાઈ (47) રહે. અણીયારી તાલુકો જીલ્લો મોરબી હાલ રહે.અમરેલી મોરબી ને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.










Latest News