મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE



















મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

વિદ્યાર્થીઓમાં શારીરિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવવાના ઉમદા હેતુ સાથે મોરબી નાલંદા વિદ્યાલય ખાતે ઓર્થોપેડિક્સ, હાડકાંના સ્વાસ્થ્ય અને ઇજાઓથી બચાવ વિષય ઉપર જ્ઞાનવર્ધક શૈક્ષણિક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓર્થોપેડિક ક્ષેત્રે 15 વર્ષનો અનુભવ ધરાવતા નિષ્ણાત ઓર્થોપેડિક સર્જન ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માનવ શરીરની અદભુત મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ એટલે કે હાડકાં, સાંધા, સ્નાયુઓ અને તેમની કાર્યપદ્ધતિ વિશે સરળ ભાષામાં ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા સમજાવવામાં આવ્યું હતું. સાથે જ હાડકાંના ફ્રેક્ચર, ફ્રેક્ચર હીલિંગની પ્રક્રિયા, રમતગમત દરમિયાન થતી ઇજાઓ, યોગ્ય શારીરિક મુદ્રા (પોસ્ચર), પીઠ અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો, પૌષ્ટિક આહાર તથા શાળાની બેગ યોગ્ય રીતે વાપરવાની રીત વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વધુમાં ડૉ. ચિન્મય ત્રિવેદીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે નાની ઉંમરથી જ યોગ્ય જીવનશૈલી, નિયમિત શારીરિક પ્રવૃત્તિ, સંતુલિત આહાર અને યોગ્ય પોસ્ચરની આદતો કેળવવાથી ભવિષ્યમાં હાડકાં તથા સાંધાઓને લગતી અનેક સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે. અને ખાસ કરીને ઇજા થાય ત્યારે શું કરવું, ફ્રેક્ચરની શંકા હોય ત્યારે અસરગ્રસ્ત ભાગને કેવી રીતે સુરક્ષિત રાખવો અને ક્યારે તબીબી મદદ લેવી તે અંગે પણ આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર બાદ વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી, પ્રશ્નોત્તરી, રસપ્રદ ઉદાહરણો અને ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ દ્વારા આ સત્રને વધુ જીવંત અને જ્ઞાનપ્રદ બનાવવામાં આવ્યું હતું.

ઉલેખનીય છે કે, ડૉ. ચિન્મય ત્રિવેદીનો અભિગમ માત્ર સારવાર પૂરતો સીમિત નથી, પરંતુ યોગ્ય માર્ગદર્શન, જાગૃતિ અને નિવારણ દ્વારા લોકોના જીવનની ગુણવત્તા સુધારવા પર પણ કેન્દ્રિત છે. તેમનું માનવું છે કે આરોગ્ય અંગેનું શિક્ષણ બાળપણથી જ શરૂ થવું જોઈએ, જેથી બાળકો નાની ઉંમરથી જ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જવાબદાર બની શકે. નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે આ જ્ઞાનવર્ધક શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન ડૉ. ઓઝાભાઈ, નિયતિ મેડમ તથા નાલંદા વિદ્યાલયના એડમિનિસ્ટ્રેટિવ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન, જાગૃતિ અને પ્રેરણાનો એક યાદગાર અનુભવ બની રહ્યો હતો.










Latest News