મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગાળજ માતાજીનાં મંદિરે યજ્ઞ યોજાયો


SHARE



















મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગાળજ માતાજીનાં મંદિરે યજ્ઞ યોજાયો

દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા મોરબી નજીકના વનાળીયા (શારદાનગર) ગામે હિંગળાજ માતાજીના મંદિરે શરદ પુનમના દિવસે યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોરબી જિલ્લા સહિત ગુજરાતનાં જુદાજુદા જીલ્લામાં રહેતા ભટ્ટ પરિવારના લોકો સહપરિવાર હાજર રહ્યા હતા અને દર્શન, પૂજન તેમજ પ્રસાદનો લાભ લીધેલ હતો.

મોરબીમાં શરદપૂનમ તા.26-10 ને ને સોમવારના રોજ ભટ્ટ પરિવાર દ્વારા વનાળીયા (શારદાનગર) ગામે હિંગળાજ માતાજીના મંદિરે યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન તરીકે મુળ માનસરના રહેવાસી સ્વ. કેશવલાલ વનમાળીભાઈ ભટ્ટના પરિવાર તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ યજ્ઞની શાસ્ત્રોક્ત રીતે વેદ મંત્રો દ્વારા પુજા વિધિ શાસ્ત્રી તેજસભાઇ રમેશભાઈ ભટ્ટ અને તેની ટીમ દ્વારા કરાવવામાં આવી હતી. અને યજ્ઞના દર્શન, માતાજીનું પૂજન અને પ્રસાદનો લાભ લેવા માટે માત્ર મોરબી શહેર કે જિલ્લો નહીં પરંતુ બીજા જીલ્લામાં ધંધા રોજગાર માટે સેટ થયેલા ભટ્ટ પરિવારના લોકો પણ સહપરિવાર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ તેમજ જે.પી.ભટ્ટ, રમેશભાઈ ભટ્ટ (ભીખુભાઈ) અને દીપકભાઈ ભટ્ટ સહિતના ભટ્ટ પરિવારના લોકોએ જહેમત ઉઠાવી હતી.










Latest News