મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે ઓફિસ અને મોરબીમાં ઘરમાં જુગારની રેડ: કુલ 17 શખ્સો 1.78 લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE



















હળવદના ચરાડવા ગામે ઓફિસ અને મોરબીમાં ઘરમાં જુગારની રેડ: કુલ 17 શખ્સો 1.78 લાખના મુદામાલ સાથે પકડાયા

હળવદના ચરાડવા ગામ નજીક આવેલ ભરડીયાની ઓફિસમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 12 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,41,500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જ્યારે મોરબીમાં બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગરમાં રહેણાંક મકાનમાં જુગારની રેડ કરી પોલીસે 5 શખ્સોની 36,900 ની રોકડ સાથે મળી આવ્યા હતા જેથી પોલીસે બંને ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના ચરાડવા ગામ નજીક આવેલ સીએનજીના પંપની સામેના ભાગમાં આવેલ ભરડીયાની ઓફિસમાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જયસુખભાઈ ઓધવજીભાઈ દેસાઈ, દિલીપભાઈ મનજીભાઈ જેતપરિયા, કિશનભાઇ મુકુદરાય ગોંડલીયા, ફેનીલભાઈ કિરીટભાઈ ભૂત, જીગ્નેશભાઈ અરવિંદભાઈ દંતાડિયા, મયંકભાઇ તળશીભાઇ કાવર, જયદીપભાઇ વાલજીભાઈ મોરડીયા, હરગોવિંદભાઈ શંકરભાઈ કાવર, રમેશભાઈ વેલાભાઈ ચિરોડીયા, હરેશભાઈ ઓધવજીભાઈ ફેફર, મનસુખભાઈ મગનભાઈ માલાસણા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી 1,41,000 રોકડા કબજે કર્યા હતા અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગરમાં રહેણાંક મકાનમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રફુલભાઈ પંડ્યા, ભરતસિંહ પરમાર, રફિકભાઈ કાસમાણી, કલ્પેશભાઈ બરાસરા અને કમલેશભાઈ મેવાડા આમ કુલ મળીને 5 શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 36,900 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે










Latest News