મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની 2 રેડમાં 188 બોટલ દારૂ સાથે 2 આરોપીની કરાઇ ધરપકડ


SHARE



















મોરબીમાં દારૂની 2 રેડમાં 188 બોટલ દારૂ સાથે 2 આરોપીની કરાઇ ધરપકડ

મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં મફતિયાપરા વિસ્તારમાં બાવળની કાંટમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 151 બોટલો મળી આવી હતી જ્યારે મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં શાંતિવન સોસાયટી પાસે રહેતા શખ્સને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસે રહેલ થેલીમાંથી દારૂની 37 બોટલ મળી આવી હતી જેથી પોલીસે બંને સ્થળેથી દારૂ સાથે આરોપીની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દારૂના જુદા જુદા બે ગુના નોંધાયા હતા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેરની ધાર પાસે મફતિયાપરા વિસ્તારમાં રહેતા આબિદભાઈ ભટ્ટીના રહેણાંક મકાન પાસે બાવળની કાંટમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 91 બોટલ તથા મોટી 65 બોટલ આમ કુલ મળીને 151 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 33,995 નો બોટલ દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી આબિદભાઈ હસનભાઈ ભટ્ટી (20) રહે. કુબેરની ધાર મફતિયાપરા શોભેશ્વર રોડ મોરબી વાળાની ધરપકડ કરી છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ ચિંતન વિદ્યાલય સામે શાંતિવન સોસાયટીમાં રહેતો રાજુભાઈ સુંદરલાલ મૌર્ય (46) નામનો શખ્સ રાત્રિના દસેક વાગ્યામાં ઘર પાસે રોડ ઉપર હતો ત્યારે ત્યાં તેને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી 37 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 9250 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે










Latest News