મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE



















મોરબીના ઊંચી માંડલ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીના ઊંચી માંડલથી તળાવિયા શનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી યુવાન બાઈક લઈને વાડીએ જઇ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં યુવાનને માથા અને મોઢાના ભાગે ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના બનેવી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના ત્રાજપર વિસ્તારમાં પેટ્રોલ પંપની પાછળના ભાગમાં રહેતા સંતોષભાઈ શામજીભાઈ જંજવાડીયા (30)એ હાલમાં ટ્રક ટ્રેલર નંબર આરજે 19 જીએફ 5548 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે તે મોરબીના ઊંચી માંડલ ગામની સીમમાંથી તળાવિયા સનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ એકોર્ડ સિરામિક કારખાના પાસે રોડ ઉપરથી તેઓના સાળા હિતેશભાઈ રાજુભાઇ ઠાકોર (23) રહે. મૂળ મહેસાણા વાળા બાઈક નંબર જીજે 36 એબી 428 લઈને પસાર થઈ રહ્યા હતા અને વાડીએ જતાં હતા ત્યારે તેઓના બાઈકને ટ્રક ટ્રેકરના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં હિતેશભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેઓનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે










Latest News