મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી : પતિએ સાડી લેવાની ના પાડતા લાગી આવતા દવા પી ગયેલ મહિલાનું મોત


SHARE



















મોરબી : પતિએ સાડી લેવાની ના પાડતા લાગી આવતા દવા પી ગયેલ મહિલાનું મોત

મોરબીના વાંકાનેર તાલુકાના ઢુવા ગામે આવેલ કારખાનામાં રહીને મજુરીકામ કરતા અને મૂળ થાનના મોરથરા ગામના વતની મહિલાએ દવા પી લીધી હતી.જેથી તેણીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજેલ છે.બનાવ સંદર્ભે જાણ થતા મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ઢુવા પાસે આવેલા સોમાણી સેનેટરી નામના કારખાનાના લેબર કવાટરમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના થાન તાલુકાના મોરથરા ગામના વતની રીંકુબેન મેહુલભાઈ દેગામા નામની ૨૭ વર્ષીય મહિલાએ ઢુવા પાસે આવેલ સોમાણી સેનેટરીના લેબર કવાટર ખાતે ઉંદર મારવાની દવા પી લીધી હતી. તા.૨૭-૧૦ ના તેણીએ દવા પી લીધી હોય વાંકાનેર બાદ વધુ સારવાર માટે અહીં મોરબી લાવવામાં આવી હતી.અને આજે તા.૨૮-૧૦ ના વહેલી સવારે ત્રણેક વાગ્યાના અરસામાં ટૂંકી સારવાર દરમિયાન રીંકુબેન મેહુલભાઈ દેગામા નામની મહિલાનું મોત નીપજ્યું હતું. તેણીનો લગ્નગાળો આઠ વર્ષનો હોય રીંકુબેનના મોતના પગલે બે સંતાનોએ માતાની છત્રછાંયા ગુમાવી હતી.મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ચકુભાઈ કલોતરા દ્વારા પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ અર્થે બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ટંકારા મારામારી
મોરબીના ટંકારા પાસે આવેલ લજાઈ રોડ ખાતે મારૂતિ પોલીપેકમાં લેબર ક્વાર્ટરમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં શંકરભાઈ ઢુંઢિયાભાઈ પરમાર (૨૭) અને સોનુભાઈ મૂકીરામ થાપા (૧૯) રહે. બંને મારબતિ પોલીપેક વાળાઓને ઇજા થયેલ હોય બંનેને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના રવાપર રોડ રીધ્ધી સીધ્ધી એપાર્ટમેન્ટ પાસે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં નરેશ ધનેશાઈ (૨૩) અને અમલ ખટક પરિહાર (૨૨) નામના બે નેપાળી યુવાનોને ઇજા થયેલ હોય બંનેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
જેતપર રોડ મારામારી
મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ હનુમંત પેકેજીંગના લેબર કવાટરમાં રહેતા અને ત્યાં કામ કરતા પ્રમોદ સોમૈયાભાઈ યાદવ નામના ૩૧ વર્ષના યુવાનને ત્યાં લોકો દ્વારા પથ્થર વડે માર મારવામાં આવ્યો હોય ઈજા પામેલા પ્રમોદ યાદવને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના માળિયા હાઇવે રવાપર નદી ગામની કટ પાસે સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા વૈશાલીબેન બળદેવભાઈ શંખેસરિયા (૨૧) રહે. ભારતનગર વાધરવા તા.મોરબીને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.










Latest News