મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કિસાન દિવસ-એકતા દિનની ઉજવણી સંદર્ભે પ્રભારી મંત્રીની હાજરીમાં બેઠક યોજાઇ


SHARE



















મોરબીમાં કિસાન દિવસ-એકતા દિનની ઉજવણી સંદર્ભે પ્રભારી મંત્રીની હાજરીમાં બેઠક યોજાઇ

રાજ્યભરમાં તા. ૩૦ ઓક્ટોબરનાં રોજ કિસાન દિવસ અને તા. ૩૧ ઓક્ટોબરનાં રોજ એકતા દિનની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થનાર છે. જે અંતર્ગત મોરબીમાં જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણી થશે. જે સંદર્ભે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને આજ રોજ મોરબી જિલ્લા પંચાયત ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં પ્રભારી મંત્રી દ્વારા સમગ્ર કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી અને હાજર તમામ અધિકારીઓ અને પદાધિકારીઓને કાર્યક્રમનું સુચારુ સંચાલન થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને સરકારી યોજનાઓ અંગે માહિતગાર થાય અને વધુમાં વધુ લોકો સરકારી યોજનાઓનો લાભ લે એ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઇ વસાદડીયા અને તપનભાઈ દવે અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, કારોબારી સમિતિના ચેરમેન મનીષભાઈ કાંજીયા સહિતના ચૂંટાયેલા સભ્યો હજાર રહ્યા હતા આ ઉપરાંત જિલ્લાના અધિકારીઓ તથા તાલુકા પંચાયતના પ્રમુખો અને સભ્યો હાજર રહ્યાં હતાં.










Latest News