મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-2 ડેમમાં કોહવાઈ ગયેલ હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી


SHARE



















મોરબીના મચ્છુ-2 ડેમમાં કોહવાઈ ગયેલ હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી

મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં કોઈ અજાણ્યો પુરુષ ડૂબી ગયો હોવાથી તેની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને પાણીમાંથી યુવાનની લાશને બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ કરી છે

મોરબીના જોધપર નદી ગામે રહેતા અરવિંદભાઈ જમનાદાસ રામાનંદીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે કોઈ અજાણ્યો 30 થી 50 વર્ષનો પુરુષ મોરબીના મચ્છુ-2 ડેમની પૂર્વ સાઇડના કિનારા પાસે પાણીમાં ડૂબી ગયેલ હાલતમાં તેની લાશ પડી છે જેથી પોલીસ ત્યાં પહોચી હતી અને પાણીમાં ડૂબી ગયેલા અજાણ્યા પુરુષની લાશને બહાર કાઢવામાં આવી હતી જો કે, લાશ કોહવાઈ ગયેલ હોવાથી મૃતક વ્યક્તિની ઓળખ મેળવી શકાય તેમ નથી જેથી પોલીસે હાલમાં અજાણ્યા યુવાનના મૃત્યુ અંગેની નોંધ કરીને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે










Latest News