મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં કિસાન સન્માન દિવસનો કાર્યક્રમ યોજાયો


SHARE



















મોરબીના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં કિસાન સન્માન દિવસનો કાર્યક્રમ યોજાયો

મોરબી પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ગોર ખીજડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મોરબી જિલ્લા કક્ષાનો ‘કિસાન સન્માન દિવસ’ નો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે યાંત્રિકીકરણનો વ્યાપ વધે અને ખેતી વધુ સરળ તથા ઝડપી બને તે માટે રાજ્ય સરકાર દ્વારા ટ્રેક્ટર તેમજ અન્ય ખેત ઓજારો માટે આધુનિક સહાયકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સરકારી સહાયમાં પારદર્શકતા જળવાઈ રહે અને લાભાર્થીઓને સહેલાઈથી લાભ મળે તે માટે ડિજિટલ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. જેના ભાગરૂપે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ (PM-KISAN) અંતર્ગત વર્ષ 2018-19 થી અત્યાર સુધીમાં મોરબી જિલ્લાના 1,10,394 ખેડૂતોના બેંક ખાતામાં કુલ 369.28 કરોડની માતબર રકમ સીધી જમા કરવામાં આવી છે.

આ કાર્યક્રમ દરમિયાન પાત્ર ખેડૂતોને વિવિધ યોજનાકીય સહાયોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા ૨૫ જેટલા લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડીસા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ‘કિસાન સન્માન દિવસ’ના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભાવો અને ઉપસ્થિતોએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, ડીડીઓ વિદ્યાસાગર, નાયબ વન સંરક્ષક સુનિલકુમાર બેરવાલ, ડીઆરડીએ નિયામક નવલદાન ગઠવી, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા, ભાજપના સિનિયર આગેવાન જયંતીભાઈ પટેલ, મોરબી મહાપાલિકાના ચેરમેન નવનીતભાઈ કુંડારીયા, કોર્પોરેટર ગણેશભાઈ ડાભી, જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયા, મદદનીશ બાગાયત અધિકારી બ્રિજેશ જેઠલોજા, સિનિયર સાયન્ટિસ્ટશ્રી એમ.એ. ભોરણીયા, જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, સરપંચઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.










Latest News