મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં આઇસર અને દીવાલ વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત


SHARE



















મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં આઇસર અને દીવાલ વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના માટી વિભાગમાં આઇસર ચાલુ રાખીને યુવાન જમવા માટે જતો હતો ત્યારે અચાનક આઇસર પોતાની જાતે દડવા (રડવા) લાગ્યું હતું જેથી આઇસરને રોકવા માટે ગયેલ યુવાન દીવાલ અને આઇસરની વચ્ચે દબાઈ ગયો હતો જેથી તેને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા નજીરહુસેન મનીરહુસૈન અન્સારી (24) નામનો યુવાન બેલા ગામ નજીક આવેલ વીકોન સીરામીક કારખાના માટી વિભાગમાં પોતાનું આઇસર નંબર જીજે 12 બીપી 2901 ચાલુ રાખીને જમવા જતો હતો દરમિયાન આઇસર ટ્રક જાતે દડવા (રડવા) લાગ્યું હતું જેથી આઇસર ટ્રકને આગળના ભાગે ઉભું રાખવા જતાં આઇસર અને દિવાલની વચ્ચે આવી જવાના કારણે યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સાહેબઅલી સરદાર અન્સારી રહે. પીપળી મૂળ રહે. યુપી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે










Latest News