મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામ પાસે ક્રિકેટ સટ્ટો રમતા 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ


SHARE



















મોરબીના રવાપર ગામ પાસે ક્રિકેટ સટ્ટો રમતા 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ

મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ રવાપર રેસીડેન્સીના ગેટ પાસે ટી-20 ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ થતાં મોબાઈલ મળીને 26,600 નો મુદામાલ કબજે કર્યો હતો અને તેની પાસેથી અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હોય કુલ ત્રણ શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને પોલીસે ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી શહેરના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રવાપર રેસીડેન્સીના ગેટ પાસે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલતી ટી-20 ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દીપકભાઈ રાજુભાઈ બુદ્ધદેવ (32) રહે. રવાપર રોડ રવાપર રેસીડેન્સી જમના પી-804 મોરબી અને હુસેનભાઇ અલ્લારખાભાઈ શેખ (32) રહે. મકરાણી વાસ બ્રાહ્મણની ભોજનશાળા પાછળ મોરબી વાળા મળી આવતા પોલીસે તે બંને પાસેથી 6600 રોકડા તથા 20,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 26,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ બંને શખ્સો વસીમભાઈ કઇડા રહે. મોરબી વાળા સાથે જુગાર રમી રહ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ત્રણેય શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે










Latest News