મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડે હાર્ટ એટેકથી યુવાનનું મોત


SHARE



















મોરબીના ઘુંટુ રોડે હાર્ટ એટેકથી યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ પર આવેલા હોલો સીરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજુરીકામ કરતા પુષ્પેન્દ્ર શ્રીક્રિષ્નાભાઈ કેવટ નામના 42 વર્ષના પરપ્રાંતિય મજુરને હાર્ટ એટેક આવી જતા બેભાન હાલતમાં સિવિલે લાવવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

તાલુકા પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ કરી હતી. જયારે મોરબી-માળીયા હાઈવે ટીંબડી ગામના પાટીયા પાસેથી અલદારખાન આલમખાન નામના સીતેર વર્ષના વૃધ્ધને બેભાન હાલતમાં અત્રેની સિવિલે લવાયા હતા. બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માત
 મોરબીના જીવાપર- ચકમપરની વચ્ચે બાઈક અને રીક્ષા વચ્ચે થયેલ અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા પીન્ટુભાઈ ઈશ્ર્વરભાઈ દેગામા (19) રહે. જુના દેવળીયા તા.હળવદને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જયારે વાંકાનેર હાઈવે રામકૃપા પાસે કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ઈજા પામેલા રંજનબેન અશોકભાઈ પરમાર (45)ને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. તેમજ વીસીપરામાં રહેતા પરીવારના ઈમરાન નીયાઝભાઈ મોવર નામના દશ વર્ષના બાળકને ગુપ્ત ભાગે કંઈક જનાવર કરડી જતા તેને સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

મારામારી
 કંડલા બાયપાસ, નેકસસ સિનેમાની સામે ધુતારી પાસે રહેતા વિપુલ જુવાનજી ઠાકુર (35)ને ધુતારીની પ્રા.શાળા પાછળ મારામારીના બનાવમાં માથાના ભાગે ઈજા થતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે ત્રાજપર બાજુથી ઘુંટુ જતા રસ્તે વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા રણછોડભાઈ હિરજીભાઈ સદરાણીયા (65) રહે. કુબેર ટોકીઝ પાછળ શોભેશ્ર્વર રોડ મોરબી અને ધનરાજ કાનજીભાઈ ત્રાસીયા (20) રે.જુના ઘુંટુ રોડ મોરબી-2ને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.

યુવાન સારવારમાં
 મોરબીના અમરનગર ગામે ઓજી સિરામીક પાસે રહેતા શિવશંકર શિવધરભાઈ કાગલ (28)ને ત્યાં કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવારમાં ખસેડાયો હતો અને સરતાનપર રોડ કોટો કંપની ખાતે રહી મજુરીકામ કરતા અંકેશ લોકેન્દ્રભાઈ ધાનુક (25) કામ દરમ્યાન રોડ ઉપરથી નીચે પડી જતા ઈજા પામેલ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

 જયારે મોરબી જેલચોક પાસે ડબલ સવારી બાઈક કારની પાછળ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા પામેલ ભુરો અરવીંદભાઈ દેલવાડીયા રહે. રાધેક્રિષ્ના સોસાયટીને રાજકોટ ખસેડાયો હતો અને તેની સાથેના હુશેન મહેબુબભાઈ (16) રહે. વીસીપરાને અત્રેની સિવિલે સારવાર માટે લઈ જવાયો હોય પોલીસે નોંધ કરી તપાસ કરી હતી. તેમજ લીલાપર રોડ ચારમાળીયા ખાતે રહેતી તમન્નાબેન સાજીદભાઈ (35) કોઈ કારણોસર ઘરે ફીનાઈલ પી ગયેલ હોય સારવાર માટે લઈ જવામાં આવી હતી










Latest News