મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી


SHARE



















દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને છેલ્લા 17 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ગ્રુપ દ્વારા આ વર્ષે દિવાળીના પર્વે નાના વેપારીઓને આર્થિક ટેકો આપવાની સાથે તેમના સ્વાભિમાનને સન્માન આપતું વિશેષ ખરીદી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આજના સમયમાં ખરીદી માટે મોટા શોપિંગ મોલ, શોરૂમ અને ઓનલાઈન પ્લેટફોર્મ તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે. આવી સ્થિતિમાં રસ્તાના કિનારે રેંકડી, કેબિન કે પાથરણું પાથરીને દિવાળીનો સામાન વેચતા નાના વેપારીઓ માટે ગ્રાહકો મેળવવા પણ પડકારરૂપ બનતા હોય છે. વર્ષભરની મહેનત બાદ તહેવારના દિવસોમાં સારો વેપાર થાય અને પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકાય તેવી આશા સાથે બેઠેલા આવા વેપારીઓની ચિંતા સમજી યંગ ઇન્ડિયા ગ્રુપે તેમની વચ્ચે પહોંચીને ખરીદી કરવાનો સેવાયજ્ઞ હાથ ધર્યો હતો.

 મોરબીમાં નહેરુ ગેઇટ સહિતના વિવિધ બજાર વિસ્તારોમાં ફરીને દીવડા, કોડિયાં, ફૂલહાર, તોરણ, ઘર સજાવટની સામગ્રી અને દિવાળીને લગતી વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરતા નાના વેપારીઓ પાસેથી મોટી સંખ્યામાં ખરીદી કરી હતી. આ પહેલ પાછળનો હેતુ માત્ર વસ્તુઓ ખરીદવાનો નહોતો, પરંતુ નાના વેપારીઓના ધંધામાં આર્થિક ગતિ લાવી તેમના પરિવારની દિવાળી પણ ખુશીઓથી ભરાય તેવો હતો. વધુમાં ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, દિવાળીમાં દરેક વ્યક્તિ પોતાના ઘરને રોશનીથી શણગારે છે, પરંતુ આપણી આસપાસ એવા અનેક પરિવારો છે જેમના ઘરની ખુશીઓ તેમના રોજિંદા વેપાર અને મહેનતની કમાણી પર આધારિત છે. રસ્તા પર પાથરણું પાથરીને વેપાર કરતો વ્યક્તિ દયાનો નહીં, પરંતુ તેની મહેનતના યોગ્ય મૂલ્ય અને સ્વાભિમાનપૂર્વક જીવન જીવવાની તકનો હકદાર છે. અને દાનથી કોઈની એક સમયની જરૂરિયાત પૂરી થઈ શકે છે, પરંતુ રોજગારીને પ્રોત્સાહન આપવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને સ્વનિર્ભરતાની ભાવના વિકસે છે. જેથી આ ખરીદી કરવામાં આવેલ છે. અને અંતમાં ડો. દેવેન રબારીએ મોરબીના લોકોને દિવાળીની ખરીદી હોય કે રોજિંદા જીવનની જરૂરિયાતો ખરીદી શક્ય હોય ત્યાં સુધી નાના વેપારીઓ પાસેથી જ ખરીદી કરવામાં આવે તેના માટે આહવાન કર્યું છે










Latest News