મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં આત્મનિર્ભર ભારત માટે પરંપરાગત ભારતિય રમકડાં બનાવવાની સ્પર્ધા યોજાશે


SHARE











મોરબીમાં આત્મનિર્ભર ભારત માટે પરંપરાગત ભારતિય રમકડાં બનાવવાની સ્પર્ધા યોજાશે

મોરબીમાં ૨૩ મી જાન્યુઆરી ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ એટલે કે પરાક્રમ દિવસ તથા તા.૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે આત્મનિર્ભર ભારત માટે પરંપરાગત  ભારતિય  રમકડાં  બનાવવાની સ્પર્ધા યોજાશે.

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી. સી. ટેક.હાઈસ્કૂલ મોરબી દ્વારાં આગામી તા.૨૩ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતિ (પરાક્રમ દિવસ) તથા તા.૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે આત્મનિર્ભર ભારત માટે પરંપરાગત ભારતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો એટલે કે માનવસર્જીત વારસો કે જે માનવીએ પોતાની બુધ્ધિ-શક્તિ, આવડત, કલા-કૌશલ્ય દ્વારાં જે કાંઈ સર્જ્યુ તેને સાંસ્કૃતિક વારસો કહેવાય.ભારતે પ્રાચિન સમયથી વિશ્વને અનેક ભેટો ધરી છે.ભારતમાં શિલ્પો કંડારવાની કલા ૫૦૦૦ વર્ષ જુની છે.આત્મનિર્ભર  ભારત માટે પરંપરાગત  રમકડાં બનાવીએ.રમકડાંની રમત, રમકડાં એકટિવિટીને વધારનારા હોય છે. રમકડાં આપણી સૌની મહત્વકાંક્ષાઓને પણ પાંખો આપે છે.રમકડાં ન માત્ર મનને બહેલાવે છે. રમકડાં મનને બનાવે પણ છે અને હેતુ પણ ઘડે છે.

"રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે " રમકડાં એવાં હોવા જોઈએ જે બાળકનાં બાળપણને બહાર લાવે. આપણે બાળકો માટે શું કરી શકીએ જેથી નવું જાણવાં શિખવાનો લ્હાવો બાળકને મળી જાય.એવાં રમકડાં બનાવતાં  શીખીએ તે માટે આ સ્પર્ધા યોજાશે સ્પર્ધકો એ કેટેગરીમુજબ પરંપરાગત માટી, કપડાં, લાકડાંની કે પ્લાસ્ટીકની કલાકૃતિઓ (મૂર્તિઓ) માંથી રમકડાં બનાવવા નાં છે.જેમા સ્પર્ધકોએ ઘરે બેઠાં બનાવેલ રમકડાંનો વિડીયો બનાવી મોકલી આપવાનો છે.એન્ટ્રી મોકલવાની છેલ્લી તા.૨૬-૧ રાતના નવ સુધીમાં એન્ટ્રી એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ને મોકલી આપવાની રહેશે.






Latest News