હળવદના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે દાતાઓના સહયોગથી જરૂરીયાતમંદોને કર્યુ ઉંધીયાનું વિતરણ
મોરબીમાં પતંગની દોરીથી ઘાયલ થયેલ ૯૫ માંથી ૧૧ પક્ષીના મોત
SHARE
મોરબીમાં પતંગની દોરીથી ઘાયલ થયેલ ૯૫ માંથી ૧૧ પક્ષીના મોત
મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા ત્યારે પતંગની દોરી વાગવાથી ઘણા પક્ષીઓ ઘાયલ થાય હતા જો વાત કરીએ મોરબીની તો કર્તવ્ય જીવદયા કેન્દ્રને ૯૫ પક્ષી ઘાયલ હોવાના કોલ મળ્યા હતા જેથી આ યુવાનોની ટીમ ત્યાં પહોચી હતી જો કે, તે પૈકીના ૧૧ પક્ષીઓને સારવારમાં મોત નીપજ્યા હતા અને બાકીના પક્ષીઓને સારવાર આપી દેવામાં આવી હતી.
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ગઇકાલે મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા ત્યારે પતંગની દોરી વાગવાથી ઘણા પક્ષીઓ ઘાયલ થાય હતા અને અંદાજીત ૯૫ ઘાયલ પક્ષીઓની કર્તવ્ય જીવદયા કેન્દ્રના હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરવામાં આવી હતી જેથી કરીને તાત્કાલિક ટીમે ત્યાં પહોચીને પક્ષીને બચાવવા માટેની કામગીરી કરી હતી જો કે, ૧૧ નિર્દોષ પક્ષીઓને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યાં હતા અને મોરબીના જે લોકો દ્વારા પક્ષી બચાવો અભિયાનમાં જોડાઈને તાત્કાલિક ઘાયલ પક્ષીની જાણ કરવામાં આવી હતી તેમનો સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને આવી જ રીતે સરકારી તંત્ર દ્વારા પણ સરકારી પશુ દવાખાના સહિતના સ્થળોએ કરુણા હેલ્પ લાઇન અંતર્ગત કામગીરી કરીને ઘાયલ થઈને આવેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.