મોરબીમાં સિરામિક ઉદ્યોગકારો સહિતના દાતાઓ વરસી જતા પાંજરાપોળ માટે એક જ દિવસમાં ૫૧.૪૪ લાખનું મળ્યું દાન
SHARE
|
મોરબીમાં સિરામિક ઉદ્યોગકારો સહિતના દાતાઓ વરસી જતા પાંજરાપોળ માટે એક જ દિવસમાં ૫૧.૪૪ લાખનું મળ્યું દાન મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનું ખુબ જ મહત્વ હોય છે જેથી કરીને લોકો પોતાની યથા શકાતી પ્રમાણે આ દિવસે દાન કરીને પુણ્યનું ભથ્થું બાંધતા હોય છે જો કે, વાત કરીએ મોરબીની તો અહીના ઉદ્યોગકારો તરફથી મોરબીની પાંજરાપોળને બારે મહિના અવિરતપણે દાન આપવામાં આવે છે પણ મકરસંક્રતિના એક જ દિવસમાં દાતાઓ વર્ષી પડતા મોરબીની પાંજરાપોળને ૫૧.૪૪ લાખનું દાન મળ્યુ છે. મોરબી પાંજરાપોળના પ્રમુખ વેલજીભાઇ ઉઘરેજા (બોસ સિરામિક) સાથે વાત કરતા તેમને જણાવ્યુ હતુ કે, આજની તારીખે ૪૨૦૦ થી વધુ ઢોરનો નિભાવ અહી કરવામાં આવે છે જેના માટે મકરસંક્રાંતિના દિવસે દર વર્ષે મોરબીના દાતાઓ લાખો રૂપિયાનુ દાન આપતા હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ ગઇકાલે સવારથી લઇને સાંજ સુધીમાં સિરામિક ઉધોગકારો સહિતના દાતાઓ તરફથી પાંજરાપોળના ગૌવંશોની સેવા કરવા માટે ૫૧.૪૪ લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યુ છે અને ગો સેવાના આ યજ્ઞમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ સહિતના દાતાઓ વર્ષ દરમ્યાન ખુલ્લા હાથે દાન આપતા હોય છે.જે કોઈ દાતાઓ દાન આપવા માંગતા હોય તેઓ મોરબીના નગર દરવાજા ચોક પાસે આવેલ ટ્રસ્ટની ઓફિસએ પણ દાન નોંધાવીને પોહચ મેળવી શકે છે. તેમ યાદીમાં જણાવવા માં આવેલ છે. |
|